ઇન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસેયિશન (IJFA), ગુજરાતના પ્રમુખ મૂકેશ પટેલને અમદાવાદ, ગુજરાત ખાતે ભારતના જાપાનના માનદ્ કોન્સલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ નિયુક્તિ જાપાનના વિદેશ મંત્રી દ્વારા પાંચ વર્ષની મુદ્દત માટે કરવામાં આવી છે. અને તેની જાહેરાત જાપાનના મહામહિમ સમ્રાટના જન્મદિવસની યાદમાં જાપાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમ્યાન મુંબઇમાં જાપાનના કોન્સલ જનરલ ડૉ. યાસુકાતા ફુકાહોરી અને જાપાનના રાજદૂત શ્રી હિરોશી સુઝુકી દ્વારા કરવામાં આવી છે. કોન્સલ જનરલે જાહેરાત કરી કે ભારતમાં માનદ કોન્સલ તરીકે જાપાનની આ પ્રથમ નિમણૂંક છે.
૧૯૫૨માં શરૂ થયેલા ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધો હાલમાં ૭૨મા વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. જાપાનના રાજદૂતે તેમના અભિવાદન સંબોધનમાં જણાવ્યું હતું કે આ એક ઉજવણી કરવા માટેના સમાચાર છે. કારણ કે, આ નિમણૂંકથી ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે. તેમની આ નિમણૂંકના પ્રત્યુત્તરમાં મૂકેશ પટેલે જણાવ્યું કે તેઓ ૧૯૭૨માં તેમના વિદ્યાર્થીકાળથી ૫૧ વર્ષથી વધુ સમય માટે જાપાન સાથે સંકળાયેલા છે અને ગુજરાતને ભારતનું મની જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ વધારવા દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પણ સાથે કાર્ય કરે છે.
તેમને આપવામાં આવેલો આ વિશેષાધિકૃત દરજ્જો તેમને વધુ ઉત્સાહ સાથે આ કાર્યને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે. ૨૦૧૭માં મૂકેશ પટેલને શૈક્ષણિક, વ્યાપારી અન સાંસ્કૃતિક ક્ષેત્રે જાપાન ઇન્ડિયા ફ્રેન્ડશીપને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રશંસનીય સેવાઓની કદરરૂપે જાપાનના સમ્રાટ દ્વારા ‘ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન’નું સન્માન આપવામાં આવ્યું હતું.
મૂકેશ પટેલે હ્યોગો-ગુજરાત સિસ્ટર સ્ટેટ અને કોબે-અમદાવાદ સિસ્ટર સિટી સંબંધોને પ્રોત્સાહિત કરવામાં તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, ભાષા અને સાંસ્કૃતિક કેન્દ્રો તથા ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીની સ્થાપનામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login