ADVERTISEMENTs

ગુજરાતની ધરતી પરથી નરેન્દ્ર મોદીનો હુંકાર, ફેક વિડીયો મુદ્દે કોંગ્રેસની ઝાટકણી કાઢી.

હિંમત હોય તો સામસામે આવીને બે બે હાથ કરો, બતાવી દઈશું કે દાળ ભાત ખાવા વાળો શું કરી શકે છે. ચૂંટણીમાં કોંગ્રેસની વાત નથી ચાલતી એટલે આવા ગતકડાં કરીને ફેક વિડીયો વાયરલ કરે છે - મોદી.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન / X @BJP4Gujarat

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર નો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો છે. જે દરમિયાન લોકસભા ચૂંટણીનો પ્રચાર સમગ્ર ગુજરાતમાં તમામ બેઠકો પર જોરશોર થી ચાલી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે પધાર્યા છે. કહી શકાય કે નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ડીસા થી કર્યા હતા. 

ડીસામાં યોજાયેલી વડાપ્રધાન ની પહેલી જાહેર સભામાં તેમણે મા અંબાના જય જય કાર સાથે તેમનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે ચૂંટણી સભામાં આવેલા લોકોને સંબોધતા કહ્યું હતું કે, માં અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. ગુજરાતની ધરતી એ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો અનુભવ આપવાની તક આપી તે બધું આજે દિલ્હીમાં લેખે લાગે છે. બધા કહે છે કે પીએમ આવ્યા છે. પણ પીએમ તો દિલ્હીમાં હોય, અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે, વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં કોઈપણ કચાસ રહેવા દેવી નથી.

તેમણે સભા સંબોધન દરમિયાન કહ્યું હતું કે, 2019 માં લોકો માનતા હતા કે ફરીથી સરકાર નહીં બને અને સરકાર ન બને તે માટે દુનિયાભરના ખેલ થયા હતા. પણ ફરી એક વખત સરકાર બની.આ 2024 ની ચૂંટણીમાં મારા 20-22 વર્ષના અનુભવને લઈને આવ્યો છું. દેશના સામર્થ્યના આધાર પર ગેરંટી લઈને આવ્યો છું. આ ગેરંટી એમને એમ જ નથી અપાતી, એના માટે હિંમત જોઈએ. મારી ગેરંટી છે કે મારી ત્રીજી ટર્મમાં ભારતને ત્રીજી અર્થવ્યવસ્થા બનાવીને જ રહીશ. જેનો લાભ હાલની અને આવનારી પેઢીને મળશે.

સભામાં હાજર જનમેદની / X @BJP4Gujarat

ડીસામાં યોજાયેલી સભામાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધતા કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ ક્યારે અહીંયા અસ્થિર સરકાર આવવા દીધી નથી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી દીધી છે. તો આજે તેને ફરીથી પગ પણ મૂકવા નથી દીધો. તેમણે વધુમાં પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે ન તો મુદ્દા છે, ન વિઝન છે અને નહીં કામ કરવાનું જુનુન છે. તેમણે કોંગ્રેસને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, હિંમત હોય તો સામે વાર કરો આ શબ્દો તેમના વાયરલ કરવામાં આવેલા ફેક વિડીયો બાબતે વડાપ્રધાને જાહેર મંચ પરથી કોંગ્રેસને કહ્યા હતા. હિંમત હોય તો સામસામે આવીને બે બે હાથ કરો, બતાવી દઈશું કે દાળ ભાત ખાવા વાળો શું કરી શકે છે. ફેક વિડીયો મુદ્દે વડાપ્રધાને વધુ કહ્યું હતું કે, ચૂંટણીમાં કોંગ્રેસની વાત નથી ચાલતી એટલે આવા ગતકડાં કરીને ફેક વિડીયો વાયરલ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાને કારણે સુરક્ષાની સાથે સાથે ગુજરાતમાં પડી રહેલી આકરી ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય માટે પણ તંત્ર ખડે પગે તૈયાર હતું. ડીસામાં વડાપ્રધાનની બપોરની સભા હોવાના કારણે ગરમીમાં લોકોને ડિહાઇડ્રેશન ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરાઈ હતી. તેમજ કોઈકની તબિયત બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર આરોગ્ય વિભાગની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તેના જ કરવામાં આવી હતી. જેમાં પેરા મેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત હતી. જ્યારે 108 ની છ ઇમરજન્સીવાન ઉપરાંત ગરમીને ધ્યાન રાખીને 35,000 જેટલા ઓઆરસી ના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related