ADVERTISEMENTs

?> Sponsored Ad

ગુજરાત સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓને ગોલ્ડ મેડલ

ભાઇઓની કેટેગરીમાં તુષાર રમેશભાઇ બારાભાઇએ ૫૩૭.૫ કિ.ગ્રામ. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો, બહેનોની કેટેગરીમાં છાયા મોરેએ કુલ ૧૧૫ કિ.ગ્રા. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો.

પાવર લિફ્ટિંગ સ્પર્ધાના વિજેતાઓ / માહિતી વિભાગ, ગુજરાત.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત ભાઇઓ અને બહેનોની પાવર લિફટીંગ સ્પર્ધા નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત કર્યો હતા. ભાઇઓની કેટેગરીમાં ૬૭.૫ કિ.ગ્રામ. ગ્રુપમાં સ્કોટ ૯૫ કિ.ગ્રા. ડેડ્લિફ્ટ ૨૩૦ કિ.ગ્રા. બેંચપ્રેસ ૧૧૨.૦૫ કિગ્રા એમ  કુલ ૫૩૭.૫ કિ.ગ્રામ. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.ત્યારે બહેનોની કેટેગરીમાં છાયા મોરેએ ૮૨.૫ કિ.ગ્રા. ગ્રુપમાં સ્કોટ ૪૦ કિ.ગ્રા. ડેડ્લિફ્ટ ૫૦ કિ.ગ્રા. બેંચપ્રેસ ૨૫ કિગ્રા એમ કુલ ૧૧૫ કિ.ગ્રા. વજન ઉચકી પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.આમ બંન્ને કેટેગરી ખેલાડીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા કોલેજનું નામ રોશન કર્યું હતું.જેથી ખેલાડીઓને કોલેજના આચાર્ય વિનોદભાઇ પટેલ, શારિરીક શિક્ષણના આશિ.પ્રો.શ્રી.છગનભાઇ અસારિયા, આશિ.પ્રો.ડો.બ્રિજેશભાઇ પટેલ સહિત કોલેજ પરિવાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related