મેટ્રો સિટી અમદાવાદને એક મોટી ભેટ મળી છે. અમદાવાદમાં ૩ ફેબ્રુઆરીથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના અગ્રણીઓ દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. જે બાદમાં હવે અમદાવાદમાં પણ AMC દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઇ છે.
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં જેટલા 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે.
આજથી 34 વર્ષ પહેલા એટલે કે 80 અને 90ના દાયકામાં બાળકો અને મોટેરાઓ તમામને ફેવરિટ હતી આ ડબલ ડેકર બસ. અગાઉ 90ના દાયકાના અંતમાં ડબલ ડેકર બસ અદૃશ્ય થઈ ગયા બાદ હવે છેક 34 વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ડબલ-ડેકર સ્વપ્નને પુનર્જીવિત કર્યું છે.
આ ડબલ ડેકર બસમાંથી સાત બસો પ્રથમ તબક્કામાં હસ્તગત કરવામાં આવી છે. જોકે ધીરે ધીરે તેની સંખ્યા 10 આકર્ષક વેસ્ટિબ્યુલ ઈ-બસો સાથે 25 સુધી પહોંચશે. નોંધનીય છે કે, મંગળવારે AMTS બજેટ પ્રસ્તાવમાં આ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ડબલ ડેકર બસ ઈંગ્લેન્ડની ઓળખ બની ગઈ છે, પણ આ બસની શરૂઆત ઈંગ્લેન્ડથી નથી થઈ. માનવામાં આવે છે કે, ફ્રાંસીસીએ પેરિસમાં વર્ષ 1829માં ડબલ ડેકર બસની શરૂઆત કરી હતી. આ બસ ઘોડાથી ચલાવવામાં આવતી હતી. ત્યારપછી લંડનમાં આ પ્રકારની બસની શરૂઆત કરવામાં આવી. બસમાં 22 યાત્રીકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી.
વિશ્વયુદ્ધથી એન્જિનથી ચાલતી ડબલ ડેકર બસ બની
વિશ્વયુદ્ધ પછી વર્ષ 1923માં એન્જિનથી ચાલતી પ્રથમ ડબલ ડેકર બસ બની. તે સમયે લંડનના રસ્તાઓ માટે વધુ ઉંચી ના હોય તેવી ડબલ ડેકર બસ બનાવવામાં આવી. યાત્રીઓ સરળતાથી સફર કરી શકતા હતા. લંડનના નાના રસ્તાઓ પર સામાન્ય બસ ચાલી શકતી નહોતી. આ કારણોસર ત્યારપછી અનેક કંપનીઓએ ડબલ ડેકર બસની શરૂઆત કરી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login