2024માં અમેરિકામાં રાષ્ટ્ર્પતિ પદની ચૂંટણી થશે. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર ભારતીય મૂળનાં નિક્કી હેલીનું કહેવું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સમયે રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય વ્યક્તિ નથી. જો કે, હેલીએ રિપબ્લિકન પાર્ટીની ચોથી ચર્ચા દરમિયાન ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય છે કે કેમ તેનો જવાબ આપ્યો ન હતો. પરંતુ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તે ફિટનેસને કારણે નહીં પરંતુ તે કહી રહી છે કે ટ્રમ્પ અત્યારે રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય વ્યક્તિ નથી.
હેલીએ કહ્યું કે આ ફિટનેસ વિશે નથી. સવાલ એ છે કે શું તેમણે રાષ્ટ્રપતિ બનવું જોઈએ? મને નથી લાગતું કે તેમણે રાષ્ટ્રપતિ બનવું જોઈએ. હેલીએ 11 ડિસેમ્બરના રોજ એક ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને લાગ્યું કે તેઓ એ સમયે રાષ્ટ્રપતિ તરીકે યોગ્ય હતા પણ હવે સમય બદલાઇ ચૂક્યો છે. નિક્કી હેલીએ કહ્યું કે આપણે જે મુદ્દાઓ સાથે કામ કરી રહ્યા છીએ તે જોવાની જરૂર છે, નવા સમાધાન સાથે આગળ આવવાની જરૂર છે અને નકારાત્મકતા અને ભૂતકાળની વાત યાદ રાખીને તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકાય. તેથી તે ફિટનેસ વિશે નથી. સિઓક્સ સેન્ટર આયોવામાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે મને નથી લાગતું કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા માટે યોગ્ય વ્યક્તિ છે.
ટ્રમ્પના કાર્યકાળમાં સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત રહી ચૂકેલી હેલીને ટ્રમ્પ પ્રત્યેની તેમની વફાદારી વિશે પૂછવામાં આવ્યું હતું. જેના પર તેમણે તેમના પૂર્વ બોસ ટ્રમ્પ પર તીખા વાર કરતા કહ્યું, એક મિનિટ તે મારી ટીકા કરે છે અને 15 મિનિટ પછી તે મારા વખાણ કરે છે.
હેલીએ કહ્યું કે અત્યારે આપણે વિચારવાનું છે કે આપણે કેવી રીતે નેતૃત્વ કરીશું. આ સાથે જ આપણે કઈ દિશામાં આગળ વધવું જોઇએ. તે કોઈ વ્યક્તિના અંગત મંતવ્યો વિશે નથી. તે એ હકીકત વિશે છે કે આપણી પાસે બચાવવા માટે દેશ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેલીએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તે TikTok પર પ્રતિબંધ મૂકશે અને તેમના કેટલાક રિપબ્લિકન પ્રતિસ્પર્ધીઓ સાથે આ વિષય પર ચર્ચા કરી છે. જો કે, હેલીનો ભારતીય મૂળના અમેરિકન ઉમેદવાર વિવેક રામાસ્વામી સાથે વિવાદ થયો હતો જ્યારે તેમને હેલીની પુત્રીનું અગાઉ TikTok એકાઉન્ટ હોવાની વાત કરી હતી, જે એકાઉન્ટને તેમણે નિષ્ક્રિય કરી દીધું છે. રામાસ્વામી દ્વારા પૂછવામાં આવ્યું કે જો તમે TikTok નો ઉપયોગ કરો છો તો તમે તેને કેવી રીતે પ્રતિબંધિત કરી શકો છો? જેના પર તેમણે હેલીને આડે હાથ લીધી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login