કેનેડામાં મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓ વચ્ચે ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં હનુમાનજીની 55 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાનો વિરોધ થઈ રહ્યો છે. તેને જોતા મંદિર પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. રાત્રિના સમયે પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
હનુમાનજીની આ 55 ફૂટ ઊંચી પ્રતિમા બ્રામ્પટનના હિન્દુ સભા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, પ્રતિમાનું નિર્માણ કાર્ય 95 ટકા પૂર્ણ થઈ ગયું છે. આ પ્રતિમાનું નિર્માણ રાજસ્થાનના પ્રખ્યાત શિલ્પકાર નરેશ કુમાવતની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમાનું અનાવરણ આવતા વર્ષે 23 એપ્રિલે હનુમાન જયંતિના અવસરે કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ પ્રતિમા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. કેનેડિયન નેટીઝન્સ નામનું જૂથ આ મુદ્દે આગળ પડતું છે. તેમનાં તરફથી હિંદુ કેનેડિયનો અને હિંદુ દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવામાં આવી રહી છે. આને રોકવા માટે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
મીડિયા સાથે વાત કરતા મંદિરના પૂજારીએ સુરક્ષા વધારવાની જાણકારી આપી. તેમણે કહ્યું કે મંદિરના મેદાનમાં આ પ્રતિમા સ્થાપિત કરવા માટે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. સત્તાધીશોની યોગ્ય પરવાનગી બાદ જ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે.
હનુમાનજીની પ્રતિમાને લઈને આ વિવાદે ફરી એકવાર કેનેડામાં હિન્દુફોબિયાને વેગ આપ્યો છે. છેલ્લા થોડા સમયથી બ્રામ્પટન કે જ્યાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે, તે હિંદુ વિરોધી ઘટનાઓ, ખાસ કરીને ખાલિસ્તાન તરફી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. ભૂતકાળમાં પણ ઘણી વખત મંદિરોને તોડી પાડવામાં આવ્યાં છે. ભારત માતા મંદિરની બહાર ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવવા, કોન્સ્યુલેટ કેમ્પમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા વિરોધ અને મિસીસૌગામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે રામ મંદિરની તોડફોડ જેવી ઘટનાઓ બની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login