અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તડામારી તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશભરમાં ઉત્સાહ વધી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામ મંદિરના દર્શને આવનાર શ્રદ્ધાળુઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના દર્શને આવનાર શ્રદ્ધાળુઓને ખાસ પ્રસાદ વહેંચવાની વ્યવસ્થા કરી છે. ઉપરાંત રામ ભગવાનના મોસાળથી પણ એક ખાસ વાનગી ભક્તોને ચાખવા મળશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના દર્શને આવનાર શ્રદ્ધાળુઓને સાકરિયાનો પ્રસાદ વહેંચવાનું નક્કી કર્યું છે. આ સાકરિયા એલચી અને ખાંડના મિશ્રણમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં મોટાભાગના મંદિરોમાં દર્શનાર્થીઓને સાકરિયા પ્રસાદ રૂપ વહેંચવામાં આવે છે.
સાકરિયાના અમુક સ્વાસ્થ્ય લાભ પણ છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે, તેમાં ઘણા ખનિજ તત્વો હોય છે. તે પેટ માટે રામબાણ ઔષધિ તરીકે કામ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી અયોધ્યામાં રામ મંદિરના દર્શને આવનાર શ્રદ્ધાળુઓને સાકરિયાનો પ્રસાદ આપવા માટે 5 લાખ પેકેટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ પ્રસાદ 22 જાન્યુઆરી પહેલા રામ મંદિર મોકલવામાં આવશે.
રામ મંદિર માટે દેશભરમાંથી અનાજ, ઘી, ખાંડ, ચોખા, શાકભાજી સહિતની ખાદ્ય સામગ્રીઓ આવી રહી છે. જેમાં સૌથી ખાસ છે રામ ભગવાનના મોસાળથી આવનાર પ્રસાદ. છત્તીસગઢ રામ ભગવાનનું મોસાળ છે અને ત્યાંથી 300 ટન સુગંધિત ચોખા મોકલવામાં આવનાર છે,જેમાંથી 100 ટન ચોખા અયોધ્યા મોકલાયા છે. ઉપરાંત રામ ભગવાનના સાસરી જનકપુરથી પણ ઘણી સામગ્રીઓ મોકલવામાં આવી છે અને અન્ય સામગ્રીઓને લઇ એક ટીમ 5 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં 45 સ્થળોએ ભોજનાલયની તૈયારીઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login