ADVERTISEMENTs

પાટીદાર યુવા ચેહરા અલ્પેશ અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા.

ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને પાટીદાર યુવા નેતાઓ 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો અને યુવાઓ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે.

અલ્પેશ કથીરિયા(ડાબે) ધાર્મિક માલવિયા(જમણે) / FB/Alpesh Kathiria - Dharmik Malaviya

ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'ના હાર્દિક પટેલ બાદ સૌથી મોટા ચહેરા તરીકે સુરતના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ઉભરી આવ્યા હતા. હાર્દિક પટેલના રાજકારણમાં ગયા બાદ આ આંદોલનને આ બંને જ ચલાવી રહ્યા હતા અને પાટીદાર યુવાઓને ન્યાય અપાવવાની સાથે સાથેની કામગીરી પણ આ બંને પાટીદાર ચહેરાઓ કરી રહ્યા હતા.

હાર્દિક પટેલ બાદ આ બંને પાટીદાર યુવા નેતાઓએ પણ ભાજપની સામે બાંયો ચઢાવીને રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે વર્ષ 2020 ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ધાર્મિક માલવિયાને કોંગ્રેસ પક્ષે વરાછા માંથી ટિકિટ આપી હતી. પરંતુ અંતિમ ઘડી સુધી ધાર્મિક અને અલ્પેશે રાખેલી શરતો કોંગ્રેસ દ્વારા પૂરી કરવામાં ન આવતા ધાર્મિકે પાલિકાની ચૂંટણીમાં ફોર્મ જ નહોતું ભર્યું.

ત્યારબાદ આ બંને પાટીદાર યુવાઓએ આમ આદમી પાર્ટી તરફ મીટ માંડી હતી અને અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ લીધો હતો. પાટીદાર યુવાઓમાં સારી એવી પકડ અને લોકચાહના ધરાવતા આ બંને નેતાઓએ ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ બંને યુવાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. વિધાનસભાના પરિણામો આવ્યા બાદ આ બંને પાટીદાર નેતાઓ ક્યાંક ને ક્યાંક સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમોથી છેટા રહેતા દેખાયા હતા. ત્યારથી જ ક્યાંક એવી ગંધ આવી ગઈ હતી કે, આ બંને નેતાઓને આમ આદમી પાર્ટીમાં ફાવ્યું ન હોય તેમ તેઓ ક્યાં કંઈક નવાજૂની કરશે. અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ એવું લાગ્યું હતું કે, આ બંને પાર્ટી છોડી દેશે. તેથી જ હાલ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે, જે નેતાઓ પાર્ટીના કાર્યક્રમમાં સક્રિય નથી તેમને આ ચૂંટણી પ્રચારમાં દૂર રાખવામાં આવશે. આ જાહેરાત થયાના થોડા જ દિવસોમાં એટલે કે 18 એપ્રિલના રોજ આ બંને ધાર્મિક અને અલ્પેશે એકાએક પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.

Invitation card / Dharmik Malaviya

રાજીનામું આપ્યા બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે, અલ્પેશ અને ધાર્મિક બંને ભાજપમાં જોડાઈ જશે. આ દરમિયાન જ શહેરના સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બેઠકમાં બંને યુવા નેતાઓ દ્વારા ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને પાટીદાર યુવા નેતાઓ 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો અને યુવાઓ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરશે.

પાટીદાર નો ગઢ ગણાતા વરાછા વિસ્તારના મીની બજાર ખાતે આવેલ સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાશે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો અને અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related