ADVERTISEMENTs

સાર્વત્રિક મેઘમહેર બાદ સુરત જિલ્લામાં ડાંગર, સોયાબિન, મકાઈ, કપાસ ખરીફ પાકોનું વાવેતર.

સુરત જિલ્લામાં ૨૭૮૭ હેક્ટરમાં ડાંગર, ૭૫૫ હેક્ટરમાં કપાસ, ૬૫૩૭ હેક્ટરમાં મકાઈ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિન તેમજ ૪૮૧૮ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર, છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં સરેરાશ ૧,૦૮,૯૬૭ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયું છે.

ખેતરમાં પાકનું વાવેતર કરી રહેલા ખેડૂતો / માહિતી વિભાગ, ગુજરાત

રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચુક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તાલુકાના જુદાં- જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. આ ખરીફ સિઝનની શરૂઆતમાં સુરત જિલ્લામાં ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં ૨૭૮૭ હેક્ટરમાં ડાંગર ૭૫૫, હેક્ટરમાં કપાસ, ૬૫૩૭ હેક્ટરમાં મકાઈ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિન તેમજ ૪૮૧૮ હેક્ટરમાં શાકભાજીના વાવેતરનો સમાવેશ થાય છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતીષ ગામીતે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સરકારની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ખેડૂતો હોંશે-હોંશે વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને બિનપિયત મળી કુલ ૨૪,૪૬૯ હેક્ટરમાં ખરીફ પાકોના વાવેતરમાં ૨૭૮૭ હેક્ટરમાં ડાંગર, ૭૫૫ હેક્ટરમાં કપાસ, ૬૫૩૭ હેક્ટરમાં મકાઈ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિન તેમજ ૪૮૧૮ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. જિલ્લામાં કુલ ૬૭૯ હેક્ટરમાં કેળના વાવેતર પૈકી સૌથી વધુ કામરેજ તાલુકામાં ૫૫૮ હેક્ટરમાં કેળનું વાવેતર થયું છે. જિલ્લામાં કુલ ૬૫૩૭ હેક્ટરમાં મકાઇનું વાવેતર થયુ છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ ૬૫૧૫ હેક્ટર મકાઇ વવાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧,૦૮,૯૬૭ હેક્ટરનું વાવેતર રહ્યું છે. 

ખેતરમાં હળ ચલાવી ખેતી કરતો સુરત જિલ્લાનો એક ખેડૂત / માહિતી વિભાગ, ગુજરાત.

જિલ્લામાં ખરીફ વાવેતરની એક ઝલક
જિલ્લામાં કુલ ૨૭૮૭ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે પૈકી માત્ર ઓલપાડ તાલુકામાં જ ૧૨૪૬ હેક્ટરમાં ડાંગર રોપણી થઇ છે. મકાઈના ૬૫૩૭ હેક્ટરમાં કુલ થયેલા વાવેતર પૈકી માત્ર ઉમરપાડા તાલુકામાં જ સૌથી વધુ ૬૫૧૫ હેક્ટરમાં મકાઈ વાવવામાં આવી છે. જિલ્લામાં કુલ ૭૯૧ હેક્ટરમાં જુવાર વાવેતર થઇ છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ ૫૪૦ હેક્ટર જુવાર વવાઈ છે. જિલ્લામાં કુલ ૬૫૩૭ હેક્ટરમાં મકાઇનું વાવેતર થયુ છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ ૬૫૧૫ હેક્ટર મકાઇ વવાઈ છે. કુલ ૧૨૭૯ હેક્ટરમાં તુવેરના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં જ ૫૨૧ હેક્ટરમાં તુવેર, ૧૧૮ હેક્ટરમાં મગના વાવેતર પૈકી ચોર્યાસી તાલુકામાં જ ૪૫ હેક્ટરમાં મગ, ૧૯૩ હેક્ટરમાં અડદના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં જ ૧૭૦ હેક્ટરમાં અડદ, ૩૪૪૯ હેક્ટરમાં સોયાબિનના વાવેતર પૈકી માંગરોળ તાલુકામાં જ ૩૧૦૦ હેક્ટરમાં સોયાબિન, ૭૫૫ હેક્ટરમાં કપાસના વાવેતર પૈકી ઉમાંગરોળ તાલુકામાં જ ૪૪૩ હેક્ટરમાં કપાસ, ૪૮૧૪ હેક્ટરમાં શાકભાજીના વાવેતર પૈકી માંડવી તાલુકામાં ૧૨૮૫ હેક્ટર, ઓલપાડ તાલુકામાં ૧૨૫૦ હેક્ટર, માંગરોળમાં ૭૫૦ હેક્ટરમાં સૌથી વધુ શાકભાજી વાવવામાં આવી છે. ઉપરાંત મગફળી, બાજરી, તલ, ગુવાર, ઘાસચારાનું પણ વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related