વડાપ્રધાન મોદી મંગળવારે ૧૨ માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમ્યાન તેમણે અનેક વિકાસકાર્યોની ભેટ જનતાને આપી. તેની સાથે સાથે તેમણે એક મોટી ભેટ એક ટ્રસ્ટને આપી છે. વડાપ્રધાનની મુલાકાત દરમ્યાન વધુ એક માહિતી સામે આવી કે વડાપ્રધાન મોદીએ પોતાની વ્યક્તિગત જમીન પણ દાનમાં આપી છે.
PM મોદીએ પોતાની ગાંધીનગર સ્થિત જમીન એક ટ્રસ્ટને દાનમા આપી દીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ગાંધીનગર સ્થિત જમીન એક ટ્રસ્ટને દાનમા આપી દીધી છે. આપને જણાવીએ કે, આ જમીન પર નાદબ્રહ્મ નામની એક ઇમારત બની રહી છે. જે ઇમારત 16 માળની હશે. જેમાં સંગીતની વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ ઈમારત વિશ્વમાં પોતાના અનોખા પ્રકારની અનોખી ઈમારત હશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં આ નાદબ્રહમ્ સંસ્થાનું વડાપ્રધાન મોદીની જમીન પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ અંગે મનમંદીરના ટ્રસ્ટી સુનિલ સંગીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ આ સ્વયમ નિર્ણય કર્યો છે. તેમણે વિશ્વમાં કલા અને સંગીત માટેની અનોખી વ્યવસ્થા ઉભી કરવા નક્કી કર્યું. કલા અને સંસ્કૃતિને વિશ્વમાં પ્રસિદ્ધ કરવા પ્રધાનમંત્રીએ આ વિચાર કર્યો. પ્રધાનમંત્રીને મળેલ પ્લોટ પણ તેમને મનમંદિરને અર્પણ કર્યો હતો. અહી વિશ્વમાં પેહલા એવી સંસ્થા બનશે જેમાં દેશની તમામ કલા સંગીત શીખવવામાં આવશે. 350 યુવાનોને તમામ ભાષામાં સંગીતનું જ્ઞાન આપવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login