ADVERTISEMENTs

PM મોદીએ કહ્યું ‘આજનું લોકાર્પણ યુવાનોના વર્તમાન માટે, આજનો શિલાન્યાસ યુવાનોના ભવિષ્ય માટે’

ગુજરાતથી PM મોદીએ આપી 85000 કરોડના કાર્યોની ભેટ, ગાંધી આશ્રમના પુનઃ વિકાસ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન,વડાપ્રધાન મોદી મંગળવારે ૧૨ માર્ચે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા. સૌપ્રથમ વડાપ્રધાન મોદી સાબરમતી રેલવે સ્ટેશન ગયા હતા. અહીંથી દેશને મોટી ભેટ આપતા વડાપ્રધાને ૮૫ હજાર કરોડના વિકાસકાર્યોનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.

PM MODI GUJARAT VISIT:વિકસિત ભારત માટે જે નવું નિર્માણ થઈ રહ્યું છે તે સતત વિસ્તરી રહ્યું છે. / @pmodelhi

ગુજરાતથી PM મોદીએ આપી 85000 કરોડના કાર્યોની ભેટ, ગાંધી આશ્રમના પુનઃ વિકાસ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
વડાપ્રધાન મોદી મંગળવારે ૧૨ માર્ચે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા. સૌપ્રથમ વડાપ્રધાન મોદી સાબરમતી રેલવે સ્ટેશન ગયા હતા. અહીંથી દેશને મોટી ભેટ આપતા વડાપ્રધાને ૮૫ હજાર કરોડના વિકાસકાર્યોનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ૧૦ નવી વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી આપી હતી. સાથે જ રેલવે કંટ્રોલરૂમનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. ૮૫ હજાર કરોડના વિકાસકાર્યોમાં રેલવેના અનેક નવા કારખાના, રેલવે લાઇનોનું ડબલિંગ સહિતની અનેક વિકાસકાર્યોની ભેટ સામેલ છે.
વડાપ્રધાન મોદીએ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતી વખતે પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારત માટે નવું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉની સરકારોમાં રેલવેનું બજેટ અલગ હતું અને રેલવેના બજેટમાં માત્ર થોડી નવી ટ્રેનો અને કોચ જાહેર કરી દેવાતા હતા. ટ્રેન હંમેશા મોડી આવતી, રેલવે સ્ટેશનો અને ટ્રેન્સ ગંદકી અને અસુરક્ષાથી ખદબદતા હતા. લોકોએ પણ આશા છોડી દીધી હતી કે રેલવેની સ્થિતિ સુધરી શકશે. પણ અમારી સરકારે રેલવેની કાયાપલટ કરી. વૈશ્વિક સ્તરની રેલ સુવિધાઓ આજે દેશને મળી રહી છે. અને હું ખાતરી આપું છું કે આગામી ૫ વર્ષમાં તમે ભારતીય રેલવેમાં એવું પરિવર્તન જોશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ દિવસ આ સંકલ્પશક્તિનો જીવંત પુરાવો છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ભારત એક યુવા દેશ છે, અહીં મોટી સંખ્યામાં યુવાનો રહે છે. હું ખાસ કરીને મારા યુવા મિત્રોને કહેવા માગું છું કે આજનું ઉદઘાટન તમારા વર્તમાન માટે છે અને આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી લઇને આવ્યો છે.

રેલવે પ્રોજેક્ટ્સની ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ગયા હતા. ગાંધીજીએ સ્વતંત્રતા સંગ્રામની લડત જ્યાંથી ચલાવી હતી તે આશ્રમનો ૧૨ હજાર કરોડના ખર્ચે પુનઃ વિકાસ થવાનો છે ત્યારે તેના પુનઃ વિકાસના કાર્યોની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરાવી હતી. તેમણે આશ્રમમાં જઇને ગાંધીજીને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ બાપુની છબીને સૂતરની આંટી પહેરાવી સન્માનિત કરી હતી. તેમણે સમગ્ર પ્રોજેક્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને સાથે રાખીને સમગ્ર પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી હતી અને સાથે જ, ગાંધી આશ્રમના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.

વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમની સાથે સાથે ગાંધીનો જે પ્રથમ આશ્રમ હતો કોચરબ આશ્રમ તેનું લોકાર્પણ કર્યું હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારબાદ પહેલો આશ્રમ તેમણે પાલડીમાં કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. અહીં બે વર્ષ સુધી રહ્યા બાદ ગાંધીજીએ સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો. કોચરબ આશ્રમનો પુનઃ વિકાસ કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું.

વડાપ્રધાને ગાંધી આશ્રમ ખાતે આવેલા સભાસ્થળેથી સંબોધન કરતા કહ્યું કે ગાંધીઆશ્રમનો પુનઃ વિકાસ ૫૫ એકર જમીનમાં કરવામાં આવશે અને તેના માટે આશ્રમવાસીઓ અને આશ્રમના ટ્રસ્ટીઓનો પણ તેમણે આભાર માન્યો. તેમણે કહ્યું કે, ગાંધીજીના આદર્શો, ગાંધીજીના મૂલ્યો વિશ્વભરમાં પહોંચાડવા માટે આ આશ્રમ અગત્યનો ભાગ ભજવશે. નવનિર્માણ થનાર આ આશ્રમ વિદેશીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

વડાપ્રધાન મોદીએ અહીં પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જૂની સરકારોએ આ આશ્રમની વિરાસત પર બિલકુલ ધ્યાન ન આપ્યું. મેં આ આશ્રમના પુનઃ વિકાસ માટે અનેક લડાઇઓ લડી. મારા અનેક દિવસો કોર્ટમાં ગયા. ત્યારની કેન્દ્ર સરકારે અનેક અડચણો પણ ઉભી કરી. પણ મારું સૌભાગ્ય છે કે ગાંધીજીના આ આશ્રમનો પુનઃ વિકાસ કરવાના કાર્યનો શિલાન્યાસ કરવાની મને તક મળી. આશ્રમનું કામ બને તેટલું ઝડપી પૂર્ણ થાય તેવા પ્રયત્નો થશે. છેલ્લે તેમણે એમ પણ કહ્યું કે આશા રાખું છું કે મારી ત્રીજી ટર્મમાં મને આ આશ્રમનું લોકાર્પણ કરવાની પણ તક મળશે એવો મને વિશ્વાસ છે.


નવી વંદે ભારત ટ્રેનો ક્યાં દોડશે?
1.
અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ
2. સિકંદરાબાદ - વિશાખાપટ્ટનમ
3. મૈસુર - ડૉ. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નઈ)
4.
પટના - લખનઉ
5. ન્યૂ જલપાઈગુડી - પટના
6. પુરી - વિશાખાપટ્ટનમ
7. લખનઉ - દહેરાદૂન
8. કાલાબુરાગી - સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુ
9. રાંચી - વારાણસી
10. ખજુરાહો - દિલ્હી (નિઝામુદ્દીન)

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related