ADVERTISEMENTs

આગામી લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીનો ભવ્ય વિજય થશે - સર્વે

સર્વેમાં એ પણ સંકેત આપવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદી સૌની પસંદગી છે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન સભા સંબોધી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી / X @BJP4India

એક સર્વેમાં આગામી લોકસભા ચૂંટણી 2024માં વિવિધ રાજકીય પક્ષો માટે બેઠકોની જીતની આગાહી કરવામાં આવી છે, દેશમાં કુલ 543 લોકસભા બેઠકો છે. અંદાજ મુજબ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 329 થી 359 બેઠકો જીતવાની ધારણા છે, ત્યારબાદ કૉંગ્રેસને 27 થી 47 બેઠકો મળશે.

અન્ય મહત્ત્વના પક્ષોમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) 21 થી 22 બેઠકો, દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) 24 થી 28 બેઠકો અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) 17 થી 21 બેઠકો મેળવશે. બીજુ જનતા દળ (બીજેડી) ને 10 થી 12 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે આમ આદમી પાર્ટી (આપ) ને 5 થી 7 બેઠકો મળી શકે છે. સર્વે એવું પણ દર્શાવે છે કે નાના પક્ષો અને અપક્ષોને સંયુક્ત રીતે 72થી 92 બેઠકો મળી શકે છે.

ટાઇમ્સ નાઉ-ઇટીજી રિસર્ચ દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવેલા અગાઉના સર્વેક્ષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સંભવિત ત્રીજા કાર્યકાળનો સંકેત આપવામાં આવ્યો હતો. 91 ટકા મતદારો માને છે કે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) આગામી સંસદીય ચૂંટણીમાં બહુમતી મેળવશે.

અગાઉના ટાઇમ્સ નાઉ-ઇટીજી રિસર્ચ સર્વે મુજબ, 45 ટકા ઉત્તરદાતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાજપના નેતૃત્વવાળી એનડીએ 300 થી વધુ બેઠકો મેળવશે, જ્યારે 14 ટકાથી વધુ લોકોએ અભિપ્રાય આપ્યો હતો કે શાસક ગઠબંધન(NDA) 400 થી વધુ બેઠકો મેળવશે.

સર્વેમાં 64 ટકા લોકો માને છે કે, નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે પરત ફરશે. 17 ટકા મતદારો માને છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી વડા પ્રધાન બનશે, જ્યારે 19 ટકા માને છે કે કોઈ અન્ય ભૂમિકા સંભાળશે.

લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાવાની છે, જે 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ સમાપન થશે. જયારે 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે.

ઇન્ડિયા ટીવી-સીએનએક્સે પણ તાજેતરમાં મતદારોની લાગણીનું મૂલ્યાંકન કરવા અને આગામી સામાન્ય ચૂંટણીઓના સંભવિત પરિણામોને રજૂ કરવા માટે એક અભિપ્રાય સર્વેક્ષણ હાથ ધર્યું હતું. પોલના પરિણામો અનુસાર, ભાજપના નેતૃત્વવાળા એનડીએને આશરે 200 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે I.N.D.I.A બ્લોક 273 બેઠકોમાંથી 47 બેઠકો મેળવી શકે છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related