ADVERTISEMENTs

કલમ ૩૭૦ હટાવ્યા બાદ PM મોદીની પ્રથમ કાશ્મીર મુકાલાત, કહ્યુઃ આ નવું જમ્મુ કાશ્મીર છે જેની વર્ષોથી રાહ જોવાતી હતી

કલમ ૩૭૦ દૂર કર્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના મુખ્ય શહેર શ્રીનગરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કાશ્મીરમાં કુલ ૬૪૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે / @bjpindia

કલમ ૩૭૦ દૂર કર્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના મુખ્ય શહેર શ્રીનગરમાં પહોંચ્યા હતા. દરમિયાન વડાપ્રધાને કાશ્મીરમાં કુલ ૬૪૦૦ કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. જેમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને 'વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર' કાર્યક્રમ દરમિયાન શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે એક  સભાને પણ સંબોધિત કરી હતી. દરમિયાન પીએમએ કહ્યું કે "પૃથ્વીના   સ્વર્ગમાં આવવાની અનુભૂતિ શબ્દમાં વર્ણવી શકાય." "શ્રીનગરના અદ્ભુત લોકોમાં સામેલ થવા માટે ઉત્સાહિત છું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, “આજે સ્વદેશ દર્શન યોજના હેઠળ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે. ઉપરાંત સ્વદેશ દર્શન યોજનાનો આગળનો તબક્કો પણ શરૂ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય સ્થળો માટે લગભગ 30 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે નવું જમ્મુ અને કાશ્મીર છે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી." પીએમ મોદીએ કહ્યું કે આજે સમર્પિત કરવામાં આવી રહેલી વિકાસ યોજનાઓ જમ્મુ-કાશ્મીરના વિકાસને પ્રોત્સાહન આપશે. જમ્મુ અને કાશ્મીર ભારતનું મસ્તક છે. જમ્મુ-કાશ્મીર પોતાનામાં એક મોટી બ્રાન્ડ છે.

વડાપ્રધાન મોદીએ કાશ્મીરની ધરતી પરથી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોએ આર્ટિકલ ૩૭૦ના નામે દેશવાસીઓને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો. વર્ષો સુધી લોકોને ભ્રમમાં રાખ્યા. આર્ટિકલ ૩૭૦ દૂર થયા બાદ કાશ્મીરમાં હવે તમામ યોજનાઓને લાભ લોકોને મળે છે જે દેશના અન્ય ભાગના લોકોને મળે છે.

"શ્રીનગર હવે ભારતના પ્રવાસન ઉદ્યોગનું કેન્દ્ર છે"

જનતાને સંબોધિત કરતી વખતે પીએમએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત જમ્મુ અને કાશ્મીર પ્રાથમિકતા છે. વિકાસની શક્તિ, પર્યટનની શક્યતાઓ, ખેતી પેદાશની  ક્ષમતા અને જમ્મુ-કાશ્મીરના યુવાનોનું નેતૃત્વ. વિકસિત જમ્મુ-કાશ્મીર બનાવવાના માર્ગને પ્રશસ્ત કરે છેશ્રીનગર હવે ભારતના પ્રવાસન ઉદ્યોગનું કેન્દ્ર છે.

પીએમએ કહ્યું કે, આજે જમ્મુ અને કાશ્મીર વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે જમ્મુ અને કાશ્મીર આજે આઝાદીથી શ્વાસ લઈ રહ્યું છે. આગામી પવિત્ર માસ રમઝાન અને મહાશિવરાત્રી માટે હું અગાઉથી મારી શુભેચ્છા પાઠવું છું.                         

PM મોદીએ શિલ્પકારો સાથે કરી મુલાકાત 

શ્રીનગરની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રદર્શનમાં સ્થાનિક ઉદ્યોગસાહસિકો અને કારીગરોને પણ મળ્યા હતા. સ્થાનિક લોકો સાથે વાતચીત કર્યા બાદ વડાપ્રધાન 'વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર' કાર્યક્રમમાં ભાગ લેવા માટે બખ્શી સ્ટેડિયમ પહોંચ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related