ADVERTISEMENTs

?> Sponsored Ad

નવી દિલ્હી ખાતે ટેક્ષ્ટાઇલ સેક્રેટરીની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત.

ભારતમાં વૈશ્વિક સ્તરના મુખ્ય ટેક્ષ્ટાઇલ રો મટિરિયલની ઉપલબ્ધતા ખૂબ જ જરૂરી છે, આથી ભારત સરકારે MMF યાર્ન અને ફાયબર માટે સ્પેશિયલ સ્કીમ લાવવી જોઇએ : ચેમ્બર ઓફ કોમર્સની ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપ સમક્ષ રજૂઆત.

નવી દિલ્હી ખાતે મિટિંગમાં ચેમ્બરના પ્રતિનિધિઓ. / SGCCI

નવી દિલ્હી ખાતે ટેક્ષ્ટાઇલ સેક્રેટરી સુશ્રી રચના શાહની અધ્યક્ષતામાં ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપની મિટીંગ મળી હતી. જેમાં ભારતભરમાંથી મેન મેઇડ ફેબ્રિકને લગતા તમામ મોટા એસોસીએશનો તેમજ યાર્ન, ફાયબર, ફેબ્રિક અને ગારમેન્ટ મેન્યુફેકચરર્સ ઉપસ્થિત રહયા હતા. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી હાલના માનદ્ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ નિખિલ મદ્રાસી, પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇએ આ મિટીંગમાં હાજરી આપી હતી.

આ મિટીંગમાં તમામ યુઝર્સ ઇન્ડસ્ટ્રી એસોસીએશનોએ એકસૂરમાં ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપને જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી ઘણી ડાયનામિક છે અને આ ઇન્ડસ્ટ્રીમાં નવા પ્રોડકટનું ઇનોવેશન સતત થાય છે. ઇનોવેશન થાય તો જ વૈશ્વિક સ્પર્ધામાં ભારત ટકી શકે તેમ છે. જો કે, MMF યાર્ન અને ફાયબર ઉપર QCO ઓર્ડર લાગુ કરાયો હોવાને કારણે ઘણા સ્પેશ્યાલિટી યાર્ન ભારતમાં ઉપલબ્ધ થતા નથી, આથી ઇનોવેશનની રફતારમાં ઘટાડો નોંધાયો છે. 

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપને વિનંતી કરવામાં આવી હતી કે, જે કોઇપણ MMF યાર્ન અને ફાયબરની પુરતા પ્રમાણમાં ભારતમાં ઉપલબ્ધતા નથી એવા મટિરિયલની ભારતમાં BIS વગર આયાત કરવા દેવી જોઇએ. ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં દક્ષિણ ગુજરાત ભારતનું હબ બની રહયું છે. ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં મુખ્યત્વે IDY યાર્ન વપરાય છે. ૩૦૦૦ ડેનિયરથી ઉપરના IDY યાર્નનું ભારતમાં ઉત્પાદન નહીંવત પ્રમાણમાં છે ત્યારે આ યાર્નની ઉપલબ્ધતા ન હોવાને કારણે ટેકનિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

વધુમાં ચેમ્બર ઓફ કોમર્સે ટેક્ષ્ટાઇલ એડવાઇઝરી ગૃપને જણાવ્યું હતું કે, હાલમાં ટેકનિકલ ટેક્ષ્ટાઇલની વૈશ્વિક માર્કેટ ર૧પ બિલિયન યુએસ ડોલરની છે, જેમાં ભારતની માર્કેટ લગભગ ૧૯ બિલિયન યુએસ ડોલરની છે. વૈશ્વિક સ્તરે ભારતનો હિસ્સો ૮.૮ ટકાનો છે. વર્ષ ર૦૩૦ સુધીમાં ટેકનિકલ ટેક્ષ્ટાઇલની માર્કેટ વૈશ્વિક સ્તરે ૩૬૦ બિલિયન યુએસ ડોલર થવા જઇ રહી છે અને ભારતની અંદાજિત માર્કેટ ૪૦ બિલિયન યુએસ ડોલર થવા જઇ રહી છે. આ સંદર્ભમાં જો ભારતના ઉદ્યોગોને MMF યાર્ન Global Quality and Global Priceથી મળી રહે તો ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં ભારતનો હિસ્સો વૈશ્વિક માર્કેટમાં ર૦થી રપ ટકા થઇ શકે તેમ છે. 

એવી જ રીતે લકઝરી ફેશન પણ આજે ભારતમાં ખૂબ ઝડપથી વધી રહી છે. હાલમાં ભારતની લકઝરી ફેશનની માર્કેટ વૈશ્વિક સ્તરની મોટી બ્રાન્ડ્સ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. ભારતમાંથી ઉત્પાદિત થતું લકઝરી ફેશન માત્ર ૧ર ટકા જેટલું જ છે. જો વિશ્વમાં ઉપલબ્ધ બધા જ MMF યાર્ન અને ફાયબર ભારતમાં ઉપલબ્ધ થશે તો ભવિષ્યમાં આપણે લકઝરી ફેશનને પ૦ ટકા સુધી લઇ જઇ શકીએ છીએ.

વર્ષ ર૦૩૦ સુધીમાં વૈશ્વિક સ્તરે ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટનું માર્કેટ લગભગ ર૯૬૧ બિલિયન યુએસ ડોલરનું રહેશે. જેમાં ભારતનો હિસ્સો ૧૦૦ બિલિયન યુએસ ડોલર ગણવામાં આવે તો વૈશ્વિક સ્તરે ભારતનો માર્કેટ શેર એક્ષ્પોર્ટ માર્કેટમાં માત્ર ૩.૩૭ ટકા જ રહેશે, જે હાલમાં પ ટકાનો માર્કેટ શેર છે તેમાં ઘટાડો જોવા મળશે. ભારત સરકારના અમૃતકાળ વિઝન મુજબ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતનો એક્ષ્પોર્ટ માર્કેટનો શેર ૧૦ ટકા અંદાજિત છે તે દૃષ્ટિએ ભારતમાં વૈશ્વિક સ્તરના મુખ્ય ટેક્ષ્ટાઇલ રો મટિરિયલની ઉપલબ્ધતા ખૂબ જ જરૂરી છે. જો પુરતા પ્રમાણમાં MMF યાર્ન જેમાં સ્પેશ્યાલિટી યાર્ન અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલના યાર્ન ઉપલબ્ધ કરવામાં આવે તો ભારતનો એક્ષ્પોર્ટ માર્કેટનો શેર વર્ષ ર૦૪૭ સુધીમાં રપ ટકા થઇ શકે છે, આથી ભારત સરકારે MMF યાર્ન અને ફાયબર માટે સ્પેશિયલ સ્કીમ લાવવી જોઇએ તેવી રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related