ગુજરાત ખાતે ના સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ દ્વારા દિલ્હી ખાતે થાઇલેન્ડના એમ્બેસેડર હર એકસલન્સી પાત્રાત હોન્ગથોન્ગ, વિયેતનામના એમ્બેસેડર હીઝ એકસલન્સી ગુયાન થાન્હ હાઇ અને તાન્ઝાનીયાના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના મિનિસ્ટર ફેન્યુઅલ જોસેફ માથિયા સાથે મુલાકાત કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે થાઇલેન્ડના એમ્બેસેડર હર એકસલન્સી પાત્રાત હોન્ગથોન્ગ, વિયેતનામના એમ્બેસેડર હીઝ એકસલન્સી ગુયાન થાન્હ હાઇ અને તાન્ઝાનીયાના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના મિનિસ્ટર ફેન્યુઅલ જોસેફ માથિયાને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા માટે અને બે દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત કરવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત થાઇલેન્ડ, વિયેતનામ અને તાન્ઝાનીયામાં વિવિધ ઉદ્યોગ – ધંધામાં રહેલી તકો વિશેની માહિતી સુરતના ઉદ્યોગકારોને આપવા માટે તેઓને સુરત ખાતે પધારવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
ખાસ કરીને થાઇલેન્ડના એમ્બેસેડર હર એકસલન્સી પાત્રાત હોન્ગથોન્ગને ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૪–રપના પ્રમુખ અને ઉપ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
તદુપરાંત તાન્ઝાનીયાના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના મિનિસ્ટર ફેન્યુઅલ જોસેફ માથિયાની સાથે થયેલી મુલાકાતમાં પણ ભારત સાથે દ્વિપક્ષીય વેપાર વધારવાની દિશામાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તાન્ઝાનિયામાં જુદા–જુદા ઉદ્યોગો જેવા કે માઇનીંગ એન્ડ મેટલ, એગ્રીકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ, હેલ્થકેર, ઓટો મોબાઇલ, એન્જીનિયરીંગ એન્ડ સર્વિસિંગ, ટેક્ષ્ટાઇલ, બિલ્ડીંગ મટિરિયલ, ટુરીઝમ અને આઇટી ક્ષેત્રે રોકાણ કરવા માટે વિપુલ તકો ઉપલબ્ધ છે, આથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે સુરતના ઉદ્યોગકારોને તાન્ઝાનિયામાં વિવિધ પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટેની તકો પૂરી પાડવા તેઓને અનુરોધ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login