ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક દેવેન પારેખ ન્યૂયોર્ક સિટીમાં આવેલી સોફ્ટવેર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ઇનસાઇટ પાર્ટનર્સના મેનેજિંગ ડિરેક્ટર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા દેવેન પારેખને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (IDFC)નાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં નવા કાર્યકાળ માટે જવાબદારી સોંપી છે. IDFC એ સરકારની સ્વતંત્ર એજન્સી છે, જે ખાનગી પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડે છે. પારેખે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વોર્ટન સ્કૂલમાંથી ઇકોનોમિક્સમાં બી.એસ. કર્યું છે.
નિયમ અનુસાર, આઈડીએફસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રાષ્ટ્રપતિની ભલામણ પર સેનેટ અને હાઉસ લીડરશીપના ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સેનેટના બહુમતી નેતા દ્વારા ભલામણ કરવામાં આવેલા નોમિનીમાં દેવેન પારેખ છે. આઈડીએફસી એ અમેરિકાની ડેવલપમેન્ટ બેંક છે અને વિકાસશીલ દુનિયા સામેનાં પડકારોનાં ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ માટે ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરે છે.”
દેવેન ઇનસાઇટમાં જોડાયા બાદ યુએસ, યુરોપ, એશિયા, મધ્ય પૂર્વ, આફ્રિકા, લેટિન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ગ્લોબલ લેવલ ઉપર એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ડેટા અને કન્ઝ્યુમર ઇન્ટરનેટ બિઝનેસમાં સંકળાયેલી 140 થી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમણે એમ એન્ડ એ કમિટીમાં પણ સેવા આપી હતી. આ સિવાય દેવેન પારેખને 2021માં 'રોબર્ટ એફ કેનેડી રિપલ ઓફ હોપ' એવોર્ડ મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login