ADVERTISEMENTs

વડાપ્રધાન મોદીએ વખાણ કર્યા અમદાવાદના ફલાવર શોના, દરરોજ હજારો લોકો મુલાકાત લે છે

ફલાવર શોનો રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 30 ડિસેમ્બરથી પ્રારંભ થયો હતો. રિવરફ્રન્ટ પર ફ્લાવર શો પર દરરોજ અનેક લોકો ઉમટી પડ્યા છે. છેલ્લાં 9 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ આ ફલાવર શોની મુલાકાત લીધી હોય જેનાથી તંત્રને 3 કરોડથી વધુની આવક થઇ છે.

Flower Show Ahmedabad / Google

વડાપ્રધાન મોદીએ વખાણ કર્યા 

ફલાવર શોનો રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 30 ડિસેમ્બરથી પ્રારંભ થયો હતો. રિવરફ્રન્ટ પર ફ્લાવર શો પર દરરોજ અનેક લોકો ઉમટી પડ્યા છે. છેલ્લાં 9 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ આ ફલાવર શોની મુલાકાત લીધી હોય જેનાથી તંત્રને 3 કરોડથી વધુની આવક થઇ છે. આ સાથે જ રવિવારે એક જ દિવસમાં 85 હજારથી વધુ લોકોએ મુલાકાત લેતા 65 લાખથી વધુની આવક થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જઈને લખ્યું કે, અમદાવાદમાં આ ફ્લાવર શો દરેકને મોહિત કર્યા છે. તો બીજી તરફ પ્રતિસાદને જોતા 26 જાન્યુઆરી સુધી લંબાવવાની વાત કરી છે.

ટિકિટ વેચાણની વાત

જો ટિકિટ વેચાણની વાત કરવામાં આવે તો આવો જાણીએ 30 ડિસેમ્બરે 22, 000 ટિકિટનું વેચાણ થયું હતું, જયારે 31 ડિસેમ્બરે રવિવારે હોય 72,000 ટિકિટ, જયારે વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરી 2024ના દિવસે 78000 ટિકિટનું વેચાણ થયું હતું. તો બાકીના દિવસોની વાત કરવામાં આવે તો 2, 3,4, 5, 6 ને 7 જાન્યુઆરીએ અનુક્રમે 36,768, 32,880, 32,842, 38000, 42,000 અને 80,000 ટિકિટનું વેચાણ થયું હતું,

વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ના મુખ્ય આકર્ષણોની વાત કરવામાં આવે તો અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત વીમકા, ગજેનિયા, એન્ટિરિનીયમ, એસ્ટર, તોરણીયા, પાઇન્સેનટીયા જરબેરા, ડહેલીયા વગેરે પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળે છે.

અમદાવાદના રિવરફ્રન્ટ ચાલતો ફલાવર શો ખાસ્સો લોકપ્રિય બનતો રહ્યો છે. કોઈપણ પ્રકારની ઝાઝી પબ્લિસિટી વગર પણ અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. આ ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે.

ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના ફૂલ લગાવવામાં આવી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી  શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે 75 રૂપિયા ફી છે

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related