ADVERTISEMENTs

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટિલ રહેશે વિશેષ ઉપસ્થિત રહેશે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં જળસંચય યોજનાનો થશે પ્રારંભ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(ફાઈલ ફોટો) / X @narendramodi

કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા આજે તા.૬ સપ્ટે.ના રોજ સવારે ૧૦.૩૦ વાગે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલ સહિત મંત્રીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. વધુમાં વધુ વરસાદી નીરને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળસ્તરને ઊંચા લાવવાના હેતુ સાથે રાષ્ટ્રીય જળ મિશનના ભાગરૂપે ‘જળસંચય જનભાગીદારી યોજના’ હેઠળ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં જળસંચયના કામોનો પ્રારંભ થશે.  

કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાં જળસંચય, જળસંરક્ષણ સંબંધિત કામગીરી માટે ‘કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ-વ્હેઈન ઈટ ફોલ્સ...’ થીમ સાથે વર્ષ ૨૦૨૧ થી જળશક્તિ અભિયાન હાથ ધરાયુ છે, ખાસ કરીને ૨૦૨૪ ના આ વર્ષમાં ‘નારીશક્તિ સે જલશક્તિ’ થીમ સાથે ગત તા.૯ માર્ચથી ૩૦ નવેમ્બર-૨૦૨૪ સુધી જળશક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે.

સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાઓમાં જળસંચય કાર્યોનું સુદ્રઢ આયોજન

સુરત શહેરમાં ભૂગર્ભ જળસ્તર વધારવા રૂ.૨૭ કરોડના ખર્ચે વોટર રિચાર્જના ૨૦૦૦ થી વધુ કામો તેમજ જિલ્લાના ૫૮૭ ગામોમાં રૂા.૧૦.૪૩ કરોડના ખર્ચે ૨૦૩૧ જેટલા જળ સંચયના કામોની શરૂઆત થઇ ચૂકી છે. ઉપરાંત, દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ તાપી, ડાંગ, વલસાડ જિલ્લાઓમાં પણ નિયત કામો પૂર્ણ થયા છે, અને જળસંચય જનભાગીદારી યોજના હેઠળ વધુ માતબર રકમના કામો હાથ ધરવામાં આવશે.

છેલ્લા ત્રણ વર્ષમાં નવસારી જિલ્લાના ગામોમાં ૧૮.૫૨ કરોડના ખર્ચે જળસંચયના ૧૫૦૫ કામો કરાયા છે. આ ૧૫૦૫ કામો પૈકી સરકારી કચેરીઓ, આંગણવાડીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો ખાતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની કામગીરી કરવામાં આવી છે, જયારે આગામી સમયમાં નવસારી જિલ્લાના ૩૬૨ ગામોમાં રૂ.૧૪ કરોડના ખર્ચે જળસંચયના ૧૧૨૭ કામો જેવા કે, રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ચેકડેમના કામો, બોરવેલ રિચાર્જ, ગલી પ્લગ, પરકોલેશન, વેસ્ટ વિયરના કામો શરૂ કરાશે. 

તાપી જિલ્લામાં ૪.૩૨ કરોડના ખર્ચે જળસંચયના ૮૪૦ કામો પૂર્ણ થયા છે, જ્યારે અગામી સમયમાં તાપી જિલ્લાના વિવિધ સરકારી મકાનો-; પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્રો, પી.એચ.સી, સી.એચ.સી, રાજીવ ગાંધી ભવન, પ્રાથમિક શાળાઓ વગેરેમાં અંદાજે રૂ. ૫૩.૭૦ લાખના ખર્ચે રેઇન વોટર હાર્વેસ્ટીગના ૩૫૮ કામો શરૂ કરાશે. 

ડાંગ જિલ્લામાં જળસંચયના ૨૦૯૧ કામો પૂર્ણ થયા છે, જયારે મનરેગા યોજના અંતર્ગત જળસંચય અભિયાન અંતર્ગત ૬૭૮ બોરવેલ રિચાર્જના કામો, ૩૪૪ કૂવા રિચાર્જ તેમજ વ્યક્તિગત વોટર રિચાર્જ સ્ટ્રક્ચર મળી રેઇન વોટર હાર્વેસ્ટિંગનાં કુલ ૧૪૧૦ કામોનું આયોજન કરાયું છે. ઉપરાંત, વર્ષ ૨૦૩૦ ના લક્ષ્ય આધારિત ચેકડેમ ઉંડા કરવા, તળાવ રીપેરીંગ, વેસ્ટવિયરની ઉંચાઈ વધારવી, નવા તળાવો-ચેકડેમો બનાવવામાં આવશે. 

વલસાડ જિલ્લામાં રૂ.૧૫.૩૯ કરોડના ખર્ચે ૪૭૦ ગામોમાં જળસંચયના ૩૫૯ કામો હાથ ધરવામાં આવશે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related