લોકસભા 2024 ની ચૂંટણી પહેલા ગુજરાતમાં જે રાહ જોવાઈ રહી હતી તે પોલીસ અધિકારીઓની બઢતી અને બદલી નો દૌર આવી ગયો છે. લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પહેલા ગુજરાત રાજ્યના છત્રીસ જેટલા આઈપીએસની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સુરત શહેર જે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાય છે. ત્યાં છેલ્લા 74 દિવસથી નવા પોલીસ કમિશનર મુકાવવાની રાહ જોવામાં આવી રહી હતી. અગાઉના સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર 31 જાન્યુઆરી 2024 ના રોજ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ થી સુરત શહેર નવા પોલીસ કમિશનરની રાહ જોઈ રહ્યું હતું. ઘણી અટકળો બાદ લગભગ અઢી મહિના ની રાહ જોયા પછી સુરત શહેરને અનુપમસિંહ ગેહલોતના રૂપમાં નવા પોલીસ કમિશનર મળ્યા છે.
અગાઉ લોકસભા ચૂંટણી જાહેર થઈ જતા આચારસંહિતાને કારણે રાજ્ય સરકારે આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને તમામ વિગતો ચૂંટણી પંચને સોંપી હતી. ચૂંટણી પંચ દ્વારા નિમણૂકનો આદેશ કરવામાં આવતા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાઈ ગઈ છે. જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણુક કરવામાં આવી છે. સુરત રેન્જના આઈ જી તરીકે પ્રેમવીર સિંહ ને મૂકવામાં આવ્યા છે. અનુપમસિંહ ગહેલોત આ પહેલા વડોદરા ના પોલીસ કમિશનર હતા. ત્યાંથી તેમને સુરત ખાતે મૂકવામાં આવ્યા છે. વડોદરા કમિશનરની ખાલી પડેલી જગ્યા પર નરસિમ્હા કોમર ને નવા પોલીસ કમિશનર બનાવાયા છે. તો બીજી તરફ જે આર મોથલીયાને અમદાવાદના રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા કુલ 35 ips અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
આ સાથે જ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 8 ips ની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત કેડરના વર્ષ 2021ના આઠ આઈપીએસ અધિકારીઓની તાલીમ હૈદરાબાદ ખાતે આવેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી માં પૂર્ણ થયા બાદ તેમને ગુજરાત પોલીસમાં એએસપીની જવાબદારી સોંપવામાં આવી છે.
અનુપમ સિંહ ગેહલોત(સુરતના નવા પોલીસ કમિશનર)
નરસિમ્હા કોમર (વડોદરાના નવા પોલીસ કમિશનર)
તરૂણ દુગ્ગલને મહેસાણાના SP બનાવવામાં આવ્યા છે.
ઓમ પ્રકાશ જાટને અમદાવાદ ગ્રામ્ય SP તરીકે મૂકવામાં આવ્યા છે.
પ્રેમવીર સિંહને સુરત રેન્જ IG બનાવવામાં આવ્યા છે. ચિરાગ કોરડિયા(કચ્છ બોર્ડર રેન્જ IG)
પોસ્ટિંગની રાહ જોઇ રહેલા જે.આર.મોથલિયાને અમદાવાદ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના આ IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું.
સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ(હોમગાર્ડ્સ) મનોજ અગ્રવાલને પ્રમોટ કરીને DGP બનાવ્યા
કે.એલ.એન.રાવને જેલ વિભાગના એડિશનલ ડીજીને પોસ્ટને અપગ્રેડ કરીને ડીજીપી કરી છે અને એ જગ્યાએ તેમને બઢતી આપી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકનું DGP તરીકે પ્રમોશન કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમ.ડી.હસમુખ પટેલને પ્રમોટ કરી DGP બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના સેક્ટર-2 જોઇન્ટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને પ્રમોટ કરી ADGP બનાવવામાં આવ્યા છે.
સુરત શહેર(સેક્ટર-1)ના જોઇન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરને ADGP બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરની સ્પેશિયલ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરીને પ્રમોટ કરી ADGP બનાવવામાં આવ્યા છે.
કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને પ્રમોશન આપી ADGP બનાવવામાં આવ્યા
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login