જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આજે IPL ની 2024ની સીઝનની 9 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાને દિલ્હીને માત આપીને આ સીઝનમાં સતત બીજી જીત મેળવી છે. આ મેચમાં રાજસ્થાને દિલ્હીને 12 રનથી હરાવીને જીત પોતાને નામ કરી હતી.
દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી લડત આપ્યા બાદ પણ 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 173 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી રમતા રિયાન પરાગે 45 બોલમાં 84 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
દિલ્હી તરફથી કેપ્ટન રિષભ પંતે 28 રન બનાવ્યા હતા જયારે ડેવિડ વોર્નરે 49 રનનુ યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી યુઝી ચહલ અને નાન્દ્રે બર્જરે 2-2 વિકેટો ખેરવી હતી. અંતિમ ઓવરમાં દિલ્હીને જીત માટે 17 રનની જરૂર હતી. જે ડિફેન્ડ કરતા આખરી ઓવર નાખી રહેલા બોલર આવેશ ખાને માત્ર 4 જ રન આપ્યા હતા અને રોયલ્સને જીત અપાવી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login