22 જાન્યુઆરીએ ભારતના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે લગભગ 100 આંતરરાષ્ટ્રીય મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશમાં સૌથી વધુ એક તૃતીયાંશ આમંત્રણો અમેરિકાના લોકોને પાઠવવવા આવ્યા છે. રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે અમેરિકામાંથી આમંત્રિત કરાયેલા લોકોમાં અમેરિકન ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે જેમણે 2014ની શરૂઆતમાં નરેન્દ્ર મોદીના વિઝા માટે લોબિંગ કર્યું હતું.
વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના ગેસ્ટ લિસ્ટમાં યુએસ, યુકે, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત 53 દેશોના મહેમાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોંગકોંગમાંથી પાંચ, દક્ષિણ કોરિયા, મલેશિયા અને બ્રિટનમાંથી ત્રણ-ત્રણ અને જર્મની અને ઈટાલીમાંથી બે-બે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બાકીના દેશોમાં, દરેક એક-એક વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું છે.
અમેરિકામાં આમંત્રિત કરવામાં આવેલા અગ્રણી મહેમાનોમાં ડો. ભરત બારાઈનો સમાવેશ થાય છે, જેમણે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં મોદીના વિઝાને મંજૂરી આપવા માટે અમેરિકા સરકારને લોબિંગ કર્યું હતું. ત્યારે મોદી યુએસ સરકાર દ્વારા લાદવામાં આવેલા 10 વર્ષના વિઝા પ્રતિબંધનો સામનો કરી રહ્યા હતા.
ભાજપના પ્રબળ સમર્થક ડો. બારાઈએ અમેરિકામાં તેમના નિવાસસ્થાને ઘણા દિગ્ગજ નેતાઓનું પણ આયોજન કર્યું છે. તેમણે ઈઝરાયલ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે પણ કામ કર્યું છે. અમેરિકામાં ડૉ.અભય અસ્થાનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઇન્ડિયાનામાં Nokia Bell Labs-CTOના ફેલો છે અને અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પણ છે.
રામ મંદિરના ઉદ્ઘાટન માટે બ્રિટનમાં હિન્દુ સ્વયંસેવક સંઘના પ્રમુખ ધીરજ ભાઈ શાહ, જર્મનીના વીએચપી નેતા રમેશભાઈ જૈન, ઈટાલીના વિઠ્ઠલ મહેશ્વરી, ઓસ્ટ્રેલિયામાં વીએચપી પ્રમુખ સુબ્રમણ્યમ રામામૂર્તિ, કેનેડામાં રતન ગર્ગને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત ત્રિનિદાદ અને ટોબેગોમાં ચિન્મય મિશનના સ્થાપક આચાર્ય સ્વામી પ્રકાશાનંદ, ગુયાનામાં સરસ્વતી વિદ્યા નિકેતનના સ્થાપક અને આચાર્ય સ્વામી અક્ષરાનંદ, શ્રીલંકાના ઉદ્યોગપતિ સદાશિવમ પણ અતિથિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login