IPL માં આજે રમાયેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલીની મેચ વિનિંગ પારીને કારણે RCB એ આ સીઝનમાં તેની પ્રથમ જીત નોંધાવી હતી. RCB એ પંજાબ કિંગ્સ (PBKS) ને ચાર વિકેટે હરવ્યુ હતું.
સોમવારે ધુળેટીના દિવસે એમ ચીન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL ની આ સિઝનની છઠ્ઠી મેચ રમાઈ હતી. જેમાં બેંગલુરુએ 19.2 ઓવરમાં 6 વિકેટના ભોગે 177 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પંજાબી પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જેમાં પંજાબના કેપ્ટન શિખર ધવને 37 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અન્ય ખેલાડીઓમાં જીતેશ શર્માએ 27 રન અને પ્રભસીમરન સિંહે 25 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી છેલ્લી ઓવરમાં શશાંક સિંહે 8 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા.
બેંગલુરુ તરફથી બોલિંગ કરતા મોહમ્મદ સીરાજ અને ગ્લેન મેક્સવેલને 2-2 વિકેટ મળી હતી. જ્યારે અલઝારી જોસેફ અને યશ દયાલને એક એક વિકેટ મળી હતી.
મેચની બીજી ઇનિંગમાં બેંગલુરુ તરફથી ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ 49 બોલમાં 77 રનની સ્ફોટક ઇનિંગ રમીને RCB ની જીતનો પાયો નાખ્યો હતો. IPL માં વિરાટની આ 51મી અર્ધ સદી હતી. જ્યારે T20 ક્રિકેટમાં વિરાટની આ 100મી અર્ધ સદી હતી. આટલી અર્ધ સદી ફાટકારનાર તે પ્રથમ ભારતીય બેટર છે. RCB તરફથી કોહલી સિવાય દિનેશ કાર્તિકે 10 બોલમાં 28 રનની અણનમ ઇનિંગ રમીને RCB ને જીત તરફ આગળ વધારી હતી. જેમાં કાર્તિકને માહિપાલ લોમરોરે 8 બોલમાં 17 રનનું યોગદાન આપી રમતમાં સાથ આપ્યો હતો.
PBKS તરફથી કગીસો રબાડા અને હરપ્રિત બ્રારે 2-2 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login