ADVERTISEMENTs

પ્રજાસત્તાક દિન પરેડઃ ગુજરાતની ઝાંખીમાં ધોરડોએ જમાવ્યું આકર્ષણ

આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ જોશભેર ઉજવણી કરવામાં આવે છે. આજે પણ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.

Republic Day 2024 / Google

પ્રજાસત્તાક દિન પરેડઃ


આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ જોશભેર ઉજવણી કરવામાં આવે છે. આજે પણ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આજના ગણતંત્ર દિવસ સમારોહના ચીફ ગેસ્ટ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હતા. ત્રણેય સેનાના જવાનોના દિલધડક કરતબ અને વિવિધ રાજ્યોની ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું. 16 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારના 9 મંત્રાલયની ઝાંખીઓએ પરેડમાં ભાગ લીધો. તામિલનાડુના ટેબ્લો પછી ગુજરાતની ઝાંખીના દર્શન થયા તેની સાથે જ કર્તવ્ય પર એક અલગ જ રંગ પથરાઈ ગયો. કચ્છના એક નાનકડા ગામ ધોરડોની આ ઝાંખીએ લોકોના મનમોહી લીધા હતા. 

ગુજરાતની ઝાંખીમાં ધોરડોએ જમાવ્યું આકર્ષણ

ધોરડો ગુજરાતનું ગ્લોબલ આઈકોન વિષય પર આધારિત આ ઝાંખીએ કર્તવ્ય પર એક અલગ જ રંગ પાથર્યો હતો. ધોરડોના ઈતિહાસ અને કચ્છાની ભાતીગળ સંસ્કૃતિ તથા હસ્તકળાને દર્શાવતી આ ઝાંખીમાં, હસ્તકલાની સાથે રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્યને દર્શાવાયું હતું. તો જ્યાં ગુજરાત હોય ત્યાં ગરબા વગર થોડું ચાલે?...ગુજરાતની ઝાંખીની સાથે મહિલાઓએ ગરબે ઘૂમી એક અલગ જ આકર્ષણ ઉભુ કર્યું હતું.

અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બની ગયું છે. અને આ જ ધોરડોને ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું...ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવ્યા. તો આ ટેબ્લોમાં સ્થાનિક રોગાન કલાને મહત્વ અપાયું હતું. જેના કારણે ધોરડોના રોગાન કલાનું કામ કરતા કારીગરો ખુશ ખુશાલ જોવા મળ્યા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related