ADVERTISEMENTs

પ્રજાસત્તાક દિનની પરેડમાં કર્તવ્ય પથ પર કચ્છના ધોરડોની ઝાંખી રજૂ થશે

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર રજૂ થનારી ઝાંખીઓમાં ગુજરાતમાં આવેલા કચ્છના ધોરડોના સાંસ્કૃતિક વારસાનો ટેબ્લો રજૂ કરવામાં આવનારો છે. ગુજરાતે સામાજિક અને સાંસ્કૃતિક સહિત રાજકીય અને ઔદ્યોગિક વિકાસ દ્વારા દેશને હંમેશા એક નવી દિશા ચિંધી છે.

Republic Day Parade / Google

કર્તવ્ય પથ પર કચ્છના ધોરડોની ઝાંખી રજૂ થશે

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં કર્તવ્ય પથ પર રજૂ થનારી ઝાંખીઓમાં ગુજરાતમાં આવેલા કચ્છના ધોરડોના સાંસ્કૃતિક વારસાનો ટેબ્લો રજૂ કરવામાં આવનારો છે. ગુજરાતે સામાજિક અને સાંસ્કૃતિક સહિત રાજકીય અને ઔદ્યોગિક વિકાસ દ્વારા દેશને હંમેશા એક નવી દિશા ચિંધી છે. 26, જાન્યુઆરી 2024એ દિલ્લીમાં કર્તવ્ય પથ પર રજૂ થનારી ઝાંખીમાં આ વખતે ધોરડોનો ટેબ્લો આકર્ષણ રહેશે.

ધોરડોનો UNWTO: United Nations World Tourism Organizationના Best Tourism Villageની યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની નવ ઝાંખીઓ મળીને કુલ ૨૫ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરીત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે.ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. વિશ્વમાં ગુજરાતનો નકશો અને “ભુંગા” તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવી છે. જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગત્તિને દર્શાવી રહી છે.

આ ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તાજેતરમાં ‘યુનેસ્કો’એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે; જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related