સુરતીઓ ખાણીપીણી માટે વિશ્વમાં પ્રખ્યાત છે અને અહીં દરેક પ્રકારની વેરાઈટીઝ ખાવાની લોકોને મળી રહે છે તો આ બધામાંથી સૂરજનું રમજાન બજાર કઈ રીતે બાકાત રહે.રમજાન માસમાં સુરતના રાંદેર વિસ્તારની અલગ રોનક..વર્ષ માત્ર એકવાર રમઝાન બજાર ભરાય છે. આ બજાર એટલું પ્રસિદ્ધ છે કે તમામ ધર્મના લોકો અને ખાણીપીણીના શોખીન આખું વર્ષ રમઝાન મહિનાની રાહ જુએ છે. આ બજારમાં ખાણીપીણીની અલગ અલગ વેરાઈટીઓની મજા ની સાથે સાથે લોકો ચીજ વસ્તુઓની ખરીદી કરતા પણ નજરે ચડે છે.150 વર્ષ જૂના આ રમઝાન બજારમાં એક, બે કે ત્રણ નહીં પરંતુ અનેક લઝીઝ વાનગીઓ લોકોને ખાવા મળે છે.
આ બજાર માં લોકો કુલ્ફી ની અલગ અલગ વેરાયટીઝ ખાવા આવતા હોય છે.50 થી વધુ વેરાયટીઝ આ બજાર માં જોવા મળતી હોય છે.
વેજ પરાઠા નાં ખાવાના શોખીનો માટે આ બજાર ખુબજ પસંદીદા છે.કારણકે અંહી પરાઠા ની અલગ અલગ વેરાયટીઝ જોવા મળે છે.
વિવિધ પ્રકારના હલવા અને માવાની મીઠાઈઓ પણ અહીં મળે છે અને તેને લોકો ખૂબ જ ચાવ થી ખાઈ પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login