અમદાવાદમાં ફલાવર શોની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમ જ પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદાર પટેલનું સ્ટેચ્યૂ મૂકાઇ રહ્યું છે. સરદાર પટેલનું 6 મીટર ઊંચું સ્ટેચ્યૂ બનાવાયું છે. વડનગરનું કીર્તિ તોરણ, મોઢેરા સૂર્ય મંદિરનું સ્ક્લ્પચર પણ મૂકાશે.
33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી જોવા મળશે. તથા 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વિદેશી અગ્રણીઓ પણ AMCના ફ્લાવર શોની મુલાકાતે આવે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને આગામી ફ્લાવર શો શ્રેષ્ઠ અને ઈન્ટરનેશનલ કક્ષાનો બનાવાશે. ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના ફુલ- છોડનો સમાવેશ કરાશે, લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે.
ફ્લાવર શો જોવા માટે આવનારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારીત નાસ્તાના વધુ ફુડ સ્ટોલ પણ લગાવવામાં આવશે. આ વખતે ફ્લાવર શોમાં 800 કરતા વધુ પ્રકારના છોડ હશે. મુલાકાતીઓને નાસ્તાની સુવિધા મળી રહે તે માટે ફૂડ કોર્ટ અને સ્ટોલની વ્યવસ્થા કરાશે અને તેમાં મિલેટ્સ આધારિત નાસ્તાની સામગ્રીઓ મૂકવામાં આવશે. ફ્લાવર શોની જેમ બુક ફેરમાં પણ મિલેટ્સ આધારિત વાનગીઓ ફૂડ કોર્ટમાં જોવા મળશે. ફ્લાવર શોના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી વ્યક્તિ દીઠ રૂ.50ની ફી અને વીક એન્ડના દિવસો શનિ અને રવિવાર માટે વ્યક્તિદીઠ રૂ.75ની ફી નક્કી કરવામાં આવી છે. જોકે, 12 વર્ષ સુધીના બાળકો તેમજ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login