ADVERTISEMENTs

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા SBC ક્રિકેટ કાર્નિવલ ૩.૦ યોજાઇ, અર્થ ટીમે વિજય હાંસલ કરી ટ્રોફી મેળવી.

ઉદ્‌ઘાટન સમારોહમાં આયર્નમેન ટ્રાયથ્લોનને પૂર્ણ કરનાર શ્રી મહેશ પ્રજાપતિ અને સમાપન સમારોહમાં ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખાતા શ્રી વ્હીસ્પી ખરાદી ઉપસ્થિત રહયા

ટીમ અર્થે વિજય હાંસલ કર્યો / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટી દ્વારા તા. ર૮ અને ર૯ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦થી રાત્રે ૧૧:૦૦ કલાક દરમ્યાન ઉધના – મગદલ્લા રોડ સ્થિત ડ્રીફટ ખાતે એસબીસી ક્રિકેટ કાર્નિવલ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર, તા. ર૯ ડિસેમ્બરના રોજ એસબીસી ક્રિકેટ કાર્નિવલ ૩.૦નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે આયર્નમેન ટ્રાયથ્લોનને પૂર્ણ કરનાર સુરતના શ્રી મહેશ પ્રજાપતિ ઉપસ્થિત રહયા હતા અને તેમના વરદ્‌ હસ્તે એસબીસી ક્રિકેટ કાર્નિવલ ૩.૦નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદ્‌ઘાટન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શ્રી મહેશ પ્રજાપતિએ ઉદ્‌બોધન કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ચેમ્બરની એસબીસી કમિટી દ્વારા બિઝનેસ ડેવલપમેન્ટ માટે તેમજ ફિઝીકલ ફિટનેસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન એસબીસીના એડવાઇઝર શ્રી તપન જરીવાલાએ કર્યું હતું.

એસબીસી ક્રિકેટ કાર્નિવલ ૩.૦માં કુલ છ ટીમો જેવી કે ટીમ અર્થ, ટીમ જૂપીટર, ટીમ માર્સ, ટીમ મરકયુરી, ટીમ સેટર્ન અને ટીમ વિનસ વચ્ચે ર૦ જેટલી ક્રિકેટ મેચ રમાડવામાં આવી હતી. ટીમ અર્થ અને ટીમ વિનસ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી, જેમાં ટીમ અર્થે વિજય હાંસલ કર્યો હતો. 
 

ક્રિકેટ મેચની સમાપ્તિ બાદ એવોર્ડ તથા સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખાતા સુરતના શ્રી વ્હીસ્પી ખરાદી ઉપસ્થિત રહયા હતા. શ્રી વ્હીસ્પી ખરાદીએ એસબીસીના સભ્યોને ફીટ રહેવા માટેની ટીપ્સ આપી હતી. સમાપન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા અને ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી ઉપરાંત ગૃપ ચેરમેન શ્રી દીપકકુમાર શેઠવાલા, એસબીસીના ચેરપર્સન શ્રીમતી સ્નેહાબેન જરીવાલા તથા ર૦૦ જેટલા સભ્યો ઉપસ્થિત રહયા હતા. સમાપન સમારોહનું સંચાલન આરજે શ્રેયાએ કર્યું હતું. 

વિજેતા ટીમ અર્થને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. એસબીસીના ચેરપર્સન શ્રીમતી સ્નેહાબેન જરીવાલાએ ક્રિકેટના આયોજન માટે કમિટીના સભ્યો તથા પરિવારજનોને બિરદાવ્યા હતા. બધાએ બે દિવસ દરમ્યાન યોજાયેલી ક્રિકેટ મેચોની મજા માણી હતી. એસબીસી ક્રિકેટ કાર્નિવલ ૩.૦ની સફળતાનો સંપૂર્ણ શ્રેય છ સભ્યોની બનેલી ક્રિકેટ આયોજન કમિટીને આપવામાં આવ્યો હતો. આ કમિટીના સભ્ય શ્રી યોગેશ દરજી અને શ્રી વિરલ શાહના નેતૃત્વ હેઠળ સભ્યો શ્રી ઉર્વીશ વાસણવાલા, શ્રી કેયુર સહેલાણી, શ્રી જયુલ ભગત, શ્રી જુગલ વઝીર અને શ્રી સૌરવ ઘોળકરે અભુતપૂર્વ કામગીરી કરી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related