છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના કૌભાંડ ઝડપાતા આવે છે. લોકોને કોઈને કોઈ રીતે ભારત છોડી વિદેશમાં પહોંચવું છે. તેવો જ એક કેસ સામે આવ્યો છે અમદાવાદ અને ગાંધીનગરમાં. ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઇમે એકસાથે 17 જેટલા વિઝા એજન્ટોને ત્યાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી.
જેમાં અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલી વિઝા એજન્ટની ઓફિસમાંથી મળેલી હાર્ડ ડિસ્કની તપાસમાં ગાંધીનગરના એજન્ટે બે વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે 3-3 લાખ લઈને નકલી માર્કશીટો બનાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. ગાંધીનગરના ઓવરસીસના નામે વિઝા ઓફિસ ધરાવતા વિશાલ મહેશભાઈ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા કરતા વિઝા એજન્ટોને ત્યાં ગયા મહિને એક સાથે દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લીધા હતા. પોલીસે આંબાવાડીમાં ઓફિસ ધરાવતા એજન્ટના ત્યાં દરોડા પાડીને બે હાર્ડ ડિસ્ક કબ્જે લીધા હતા. આ હાર્ડ ડિસ્ક એફએસએલમાં મોકલવામાં આવતા ઘટસ્ફોટ થયો કે, સચિન કાંતિભાઈ ચૌધરી અને મિહિર રસેશ રામી નામના બે વિદ્યાર્થીઓની ધો-10 અને 12ની માર્કશીટ, સિવિલ એન્જિનિયરની ડિગ્રીના સર્ટી તેમજ અન્ય ડોક્યુમેન્ટ નકલી છે. પોલીસ તપાસમાં બંને વિદ્યાર્થી હાલ ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરતા હોવાની વિગતો ખુલી હતી.
પોલીસે બંને વિદ્યાર્થીના પિતાના નિવેદન લેતા તેમણે જણાવ્યું કે, અમે અમારા સંતાનોની અસલ માર્કશીટ વિશાલ પટેલને આપીને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા કરાવવા માટે આપી હતી. આ માટે 3-3 લાખ વિશાલ પટેલને એડમિશન કરાવવા માટે ચૂકવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશાલ પટેલે બંને વિદ્યાર્થીઓની ડુપ્લિકેટ માર્કશીટ સહિતની ફાઇલ તૈયાર કરી એજન્ટને સ્ટુડન્ટ વિઝા કરાવવા માટે મોકલી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login