ADVERTISEMENTs

પાકિસ્તાનમાં ચાલુ વર્ષે જૈશ-એ-મોહમ્મદ, ડી કંપની, લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-જબ્બર અને લશ્કર-આઇ-જાંગવી સહિત ઘણાં આતંકવાદી સંગઠનો

પાકિસ્તાનમાં ચાલુ વર્ષે જૈશ-એ-મોહમ્મદ, ડી કંપની, લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-જબ્બર અને લશ્કર-આઇ-જાંગવી સહિત ઘણાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા આતંકવાદીઓ માર્યા ગયા છે.

Terrorist Oraganization Pakistan / Google

ખાતમા પાછળ પાકિસ્તાની ISIનો હાથ

પાકિસ્તાનમાં ચાલુ વર્ષે જૈશ-એ-મોહમ્મદ, ડી કંપની, લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-જબ્બર અને લશ્કર-આઇ-જાંગવી સહિત ઘણાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાં રહેલાં આતંકવાદી સંગઠનોના ટોચના લોકો પર હુમલા નથી થતા. જો તેમાંના કોઈ જેલમાં છે તો તેને હાઈ સિક્યુરિટી અપાઈ છે. આતંકવાદીઓના ખાતમા પાછળ પાકિસ્તાની ISIનો હાથ છે.


અત્યાર સુધીમાં કયા આતંકવાદીનો ખાતમો ?


કરાચીમાં અજ્ઞાત હુમલાખોરોએ હંઝલા અદનાનને ગોળીઓ મારી હતી. અદનાનની હત્યાને હાફિઝ સઇદે એક મોટો ઝટકો ગણાવી હતી. ભારતના મુખર ટીકાકાર ગણાતા મલિક અસલમ વજીરની એક બ્લાસ્ટમાં હત્યા કરી દેવાઈ હતી. જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદનો નિકટનો ગણાતો મૌલાના રહીમ તારિક ઉલ્લા 13 નવેમ્બરે કરાચીમાં અજ્ઞાત હુમલાખોરોની ગોળીઓનો નિશાન બન્યો હતો. તેની પહેલાં હાફિઝ સઇદના નિકટના ગણાતા અકરમ ગાઝીની હત્યા થઈ હતી. મુઝફ્ફરાબાદમાં થોડા દિવસ પહેલાં ખ્વાઝ શાહિદ ઉર્ફે મિયાં મુઝાહિદની હત્યા થઈ હતી. દાઉદની ડી કંપનીનો મોહમ્મદ સલીમ અજ્ઞાત હુમલાખોરોનો શિકાર બન્યો હતો. તો, પઠાનકોટ હુમલાના માસ્ટર માઇન્ડ શાહિદ લતીફ ઉપરાંત ISI એજન્ટ મુલ્લા બાહૌર ઉર્ફે હોર્મુઝની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત બીજા ડઝનબંધ આતંકવાદીઓની પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી નાખી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related