ADVERTISEMENTs

ગાયિકા કિંજલ દવે નહીં ગાઇ શકે 'ચાર-ચાર બંગડી' વાળું ગીત, હાઇકોર્ટે પુન: સ્ટે લંબાવ્યો

ગાયક કલાકાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો વિવાદ વધ્યો છે. કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે.

ગાયિકા કિંજલ દવે / / સૌજન્ય સોશિયલ મીડિયા

ગાયક કલાકાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર-ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો વિવાદ વધ્યો છે. કિંજલ દવેના ગીત પર હાઈકોર્ટે સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવે 26 માર્ચ સુધી ચાર-ચાર બંડગી ગીત ગાઈ શકશે નહી. રેડ રિબોન એન્ટરટેનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી ફગાવી હતી. હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી હતી. 26 માર્ચે અંગે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં આજે ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવે પર રોક લગાવવામાં આવી હતી.

અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને રાહત આપતા ગીત ગાવાની મંજૂરી મળી હતી.ત્યારે અરજદારે સિવિલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે.

શું હતો સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related