દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આગામી સોમવારથી પહેલા ફેઝમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સેન્ટ્રલાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી સુરત શહેરમાં પીપલોદ સબડિવિઝન ખાતેથી શરૂ થશે. સોમવારે સૌથી પહેલું સ્માર્ટ મીટર સુમન સેલ ખાતે લગાવવામાં આવશે. પીપલોદ સબ ડિવિઝનમાં આવેલ 1.83 લાખ કન્ઝયુમરને ત્યા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
આ અંગે ડીજીવીસીએલના મુખ્ય ઇજનેર જે એસ કેદારીયાએ કહ્યું કે, ડીજીવીસીએલ દ્વારા આગામી સોમવારથી સ્માર્ટ મીટર લગાડ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. અને તેના માટે ઘણા લાંબા સમયથી ડીજીવીસીએલની પ્રિમાઈસીસમાં આ સ્માર્ટ મીટર ટેસ્ટીંગ અને મોનીટરીંગ માટે લગાવવામાં આવ્યા હતા. જેનો સારો પ્રતિસાદ મળતા આખરે સુરત શહેરના અમારા ગ્રાહકોને ત્યા આ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આગામી સોમવારના રોજ પહેલા દિવસે એક સાથે 400 ઘરોમાં સ્માર્ટ મીટર પીપલોદ ખાતે આવેલ સુમન સેલમાં લગાવવામાં આવશે. જ્યાં 4 ટાવરમાં 800 જેટલા ફ્લેટ આવેલા છે ત્યા લગાવ્યા બાદ ટીમ સતત તેનું મોનીટરીંગ કરશે અને ત્યારબાદ સમગ્ર પીપલોદ સબ ડિવિઝનમાં આ મિટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ સ્માર્ટ મીટર પ્રીપેડ હશે અને જેટલું રીચાર્જ કરાવવામાં આવ્યું હશે તેટલી વીજળી વાપરી શકાશે, તેમજ જે ડિપોઝીટ અત્યાર સુધી કન્ઝયુમર દ્વારા ભરવામાં આવી છે તે તેમને રીટર્ન કરવામાં આવશે. કન્ઝયુમર ઓછામાં ઓછું 100 રૂપિયાનું રીચાર્જ કરાવી શકશે. આ સાથે જ શનિ અને રવિવારે કોઇની વીજળી કાપવામાં આવશે નહીં અને માઇનસ 300 સુધી બિલ જતું રહે તો પણ કન્ઝયુમરને તે ભૂકતાન કરી વીજળી સેવા ચાલુ રાખવાનો મોકો આપવામાં આવશે. તમામ બાબતો એપ્લીકેશન મારફતે કન્ઝયુમર મોનિટરિંગ કરી શકશે અને કેટલા યુનિટ વીજળી વાપરી છે તે પણ જાણી પાછલા મહિનાથી સરખામણી પણ કરી શકશે
સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં કુલ આઠ લાખ આસપાસ કન્ઝ્યુમર છે, જેમાં સૌથી પહેલા પીપલોદ સબ ડિવિઝનમાં આવેલ 1.83 લાખ કન્ઝયુમરને ત્યા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. ત્યારબાદ સુરત અર્બનમાં 2.41 લાખ, રાંદેર સબડિવિઝનમાં 3.40 લાખ, સુરત રૂરલ 3.11 લાખ, કામરેજ 1.88 લાખ, વ્યારા 1.61 લાખ અને સુરત ઇન્ડસ્ટ્રીયલમાં 89 હજાર કન્ઝયુમરને ત્યા મીટર લગાવવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login