ADVERTISEMENTs

ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે સુરત પોતાનો ડંકો વગાડવા તૈયાર.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા “Garfab Tex LLP” દ્વારા એક નવી શરૂઆત.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે Garfab Tex નું ઉદ્ઘાટન. / X@CRPaatil

સુરતનો કાપડ ઉદ્યોગ માત્ર ભારત જ નહિ પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરતમાં બનેલું કાપડ વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચે છે. ખુબ જ મોટી માત્ર માં સુરતમાં યાર્નનું ઉત્પાદન થાય છે. સાથે સાથે જ ડાઇંગ અને પ્રિન્ટિંગ બાદ કાપડ તૈયાર થઈને લોકો સુધી પહોંચે છે. જે ગુજરાતની સાથે સાથે ભારતના આર્થિક વિકાસને પણ વેગ આપે છે.

સુરતમાં મોટી સંખ્યામાં કાપડ ઉત્પાદન સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ પણ વળ્યાં છે. પરંતુ સુરતમાં હજુ જોઈએ તેટલી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને ને લાગતું સેટઅપ ઉભું નથી થયું. ધીમે ધીમે સુરત કાપડ ઉત્પાદનની સાથે સાથે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ કદમ થી કદમ મિલાવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઈલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ ‘F’ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી 2012માં આપીને આ ઉદ્યોગને નવી દિશા આપી હતી.2012 માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ટેક્સટાઈલ પોલિસીની સફળતાને પગલે 2017માં ગાર્મેન્ટ અને એપેરલ ઉદ્યોગ માટે પાંચ વર્ષની ખાસ નિતી જાહેર કરવામાં આવી હતી. ખાસ નીતિ પછી 2019 માં નવી પોલીસી જાહેર કરવામાં આવી અને આ બધી જ પોલીસીઝને પરિણામે રાજ્યના કાપડ ઉદ્યોગને વેગ મળતાં પાંચ લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.

ટેક્સટાઈલ પોલિસી 2024ની જાહેરાત દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, ટેકનિકલ ટેક્સ્ટાઇલના ઉત્પાદનમાં ગુજરાત 25 ટકાનો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

નવી ટેક્સ્ટાઇલ પોલિસીની જાહેરાત વચ્ચે સુરતના અગ્રણી 'Garfab Tex LLP' દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને વિસ્તારવા માટે સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીઅલ ખાતે 350 મશીન સાથેની એક અદ્યતન ગારમેન્ટ ફેક્ટરી શરુ કરવામાં આવી છે. જેનું શુભ ઉદ્ઘાટન ભારતના જળશક્તિ મંત્રી અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. Garfab Texના આ નવા સોપાન ને કારણે સુરતના ગારમેન્ટ ઉદ્યોગને એક નવી દિશાની સાથે સાથે એક મહત્વપૂર્ણ સહયોગ મળી રહેશે. જે આવનારા ભવિષ્યમાં સુરતના ગારમેન્ટ ઉદ્યોગને વિશ્વ ફલક પર લઇ જવામાં ઘણું મદદરૂપ પુરવાર થશે.

ઉલ્લેખનીય છે કે Garfab Tex ના માલિક ગૌરવ સિંઘી એ જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષોથી કાર્યરત એકલ અભિયાન ની સહયોગી સંસ્થા એકલ ફાઉન્ડેશન સાથે મળીને દક્ષિણ ગુજરાતની ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને તેમના જ વિસ્તારમાં નારી સશક્તિકરણ કેન્દ્ર માં સિલાઈ મશીન શીખવાડવાની કામગીરી સાથે રોજગાર આપવાની દિશામાં પણ આગળ વધ્યા છે.  તાપી જિલ્લાના સોનગઢ ખાતે પણ ગારમેન્ટ ઉત્પાદન કેન્દ્ર બનાવી ને ત્યાંની વનવાસી મહિલાઓને રોજગાર આપી પગભર થવા માટે યોજના પણ કરવામાં આવી રહી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related