ADVERTISEMENTs

આવતીકાલે યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા માટે સુરત પોલીસ સજ્જ.

રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ૩ જે.સી.પી, ૮ ડી.સી.પી. ૨૦ એ.સી.પી. ૪૧ પી.આઈ. ૧૫૦ પીએસઆઇ અને ૪૦૦૦ હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે બંદોબસ્તમાં જોડાશે.

પોલીસ બંદોબસ્ત અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા બાબતે જાણકારી આપી રહેલ પોલીસ કમિશ્નર / માહિતી વિભાગ, ગુજરાત

તા.૭ જુલાઇએ સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં ૦૭ રથયાત્રા, ૦૪ શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનુ આયોજન કરાશે. આ સંદર્ભે   પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું કે, શહેરમાં તા.૭મીએ રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમજ આધુનિક સુવિધાયુક્ત ૬૦૦ બોડીવોર્ન કેમેરા, ૮૭૦ જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની સુચના મુજબ કોમ્બીંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકીંગ સાથે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને પુરતી તકેદારી રખાઈ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ૩ જે.સી.પી, ૮ ડી.સી.પી., ૨૦ એ.સી.પી., ૪૧ પી.આઈ., ૧૫૦ પીએસઆઇ અને ૪૦૦૦ હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે બંદોબસ્તમાં જોડાશે. સંયુક્ત પોલીસ કમિશનર, ડી.સી.પી., એ.સી.પી., પો.ઇન્સ. દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી છે. રથયાત્રા આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરૂઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે.  

રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનુ જાહેરનામુ, હથિયારબંધી, ધ્વનિ પ્રદુષણના જાહેનામા બહાર પાડવામાં આવ્યા હોવાનું પોલીસ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્ય રથયાત્રાનો રૂટ
શહેરમાં મુખ્ય રથયાત્રા બપોરે ૨ વાગ્યે રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઇ સહારા દરવાજા બ્રિજ નીચેથી રિંગરોડ ટેક્ષટાઇલ માર્કેટ-માનદરવાજા- ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરાગેટ- અઠવાગેટ- સરદાર બ્રિજ થઇને ગુજરાત ગેસ સર્કલથી ચોકસીવાડી, ઋષભ ચાર રસ્તા રાંદેર રોડ-નવયુગ કોલેજ-તાડવાડી ત્રણ રસ્તા- પાલનપુર પાટીયા- રામનગર થઇ મોરાભાગળ- સુભાષબાગ ગાર્ડન સર્કલ-જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તા-જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઇ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થશે. 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related