સુરત જિલ્લાની રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે મળી હતી.
જિલ્લામાં થતા રોડ અકસ્માતોને ટાળવા માટે જરૂરી પગલા, રોડ એક્સિડન્ટમાં મૃત્યુ કે ઈજાના આંકડાઓનું અવલોકન, વિવિધ સ્થળોએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ડ્રાઈવ, જીવલેણ માર્ગ અકસ્માતોને નિવારવા કેશ બેરીયર્સ લગાવવા અને ફૂટ ઓવરબ્રિજની સુવિધા માટેના સ્થળો આઇડેન્ટિફાય કરવા, ટ્રાફિક નિયમના ભંગ સામે કાર્યવાહી, જેવા મુદ્દાઓની નિવાસી કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી.
કામરેજ ચાર રસ્તાથી તાપી નદી તરફ જતાં નેશનલ હાઇવેની જમણી અને ડાબી બાજુના સર્વિસ રોડ તેમજ કામરેજ ચાર રસ્તાથી કડોદરા તરફ જતાં જમણી અને ડાબી બાજુ સર્વિસ રોડ પર ગેર કાયદેસર દબાણ દૂર કરી સર્વિસ રોડ ખુલ્લા કરવા અંગે ચર્ચા કરી દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા નિવાસી કલેક્ટરશ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
વાહન લઈને શાળામાં આવતા સગીર વિદ્યાર્થીઓ અકસ્માત સર્જી પોતાનો અને અન્ય વાહનચાલકો સામે જીવનું જોખમ સર્જી શકે છે એ અંગે ચર્ચા દરમિયાન નિવાસી કલેક્ટરશ્રીએ સ્કુલ છૂટતા સમયે પોલીસકર્મીઓને શાળાઓની બહાર ઉભા રહી આવા સગીર વિદ્યાર્થીઓ સામે દંડનીય કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં આર.ટી.ઓ. શ્રી એચ.એમ.પટેલ, ઈ.આર.ટી.ઓ. આકાશ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, પોલીસ-ટ્રાફિક અને NHAI ના અધિકારીઓ, કાઉન્સીલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login