ADVERTISEMENTs

સુરતીઓને સીઝનની કેરી ખાવા હજુ 10 દિવસ રાહ જોવી પડશે.

ગ્લોબલ વોર્મિંગ નાં કારણે કેરી નો ફાલ લેટ.. ભાવ માં 30 થી 40 ટકા વધારો.

આંબાવાડીમાં લાગેલી કેરી / RITU DARBAR

દક્ષિણ ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે આ વખતે કેરીનો ફાલ લેટ ઉતરતા ફળોના રાજા કેરી ને ખાવા માટે સુરતીઓ એ હજુ આઠ થી દસ દિવસની રાહ જોવી પડશે. બીજી તરફ ગત વર્ષ ની સરખામણીમાં  લેટ સીઝન અને હવામાનમાં થઈ રહેલા ફેરફારોના કારણે કેરી નો પાક પણ ઓછો ઉતરતા ભાવો માં પણ 30 થી 40 ટકા નો વધારો થયો છે.જેથી આ વખતે સુરતીઓએ 30 થી 40% ભાવ વધારા સાથે કેરી ખાવી પડશે.
ફળો નો રાજા કેરી સૌ કોઈ ને ગમે છે.અને સુરતીઓ તો હંમેશા ખાવાના શોખીન રહ્યા છે. કેરીની સીઝન આવતા સુરતીઓ કેરીનો સંગ્રહ કરતા હોય છે અને પરિવાર અને મિત્રો સાથે કરીને રસની મજા માણતા હોય છે ,જો  કે આ વખતે જે રીતે સીઝન લેટ ચાલી રહી છે તેના કારણે કેરીનો ફાલ લેટ ચાલી રહ્યો છે. મને શું થયું એ પણ સીઝનની કેરી ખાવા માટે હજુ 8 થી 10 દિવસની રાહ જોવી પડશે આ અંગે એપીએમસી માર્કેટના વેપારી બાબુભાઈ એ કહ્યું કે જે રીતે ઠંડી લાંબી સુધી ચાલી અને ગરમી સિઝન લેટ શરૂ થઈ તેના કારણે આંબા નાં ઝાડ પર મોરવા મોડા આવ્યા હતા અને તેના કારણે કેરીની સીઝન પણ લંબાઇ ગઈ છે. બીજી તરફ આ વખતે દર વર્ષની સરખામણીમાં કેરીનો ફાલ 60% જેટલો જ થયો છે. તો બધો જ આવેલા વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ કેરીના પાકને નુકસાન થયું છે એટલે કે 60% માંથી હવે 40% કેરી ઓ બજારમાં આવશે. અને આ બધા કારવા ના કારણે કેરીના ભાવો પણ વધ્યા છે જે ભાવ મણ 1000 રૂપિયા હતા ,તે 1500 રૂપિયા પર પહોંચ્યા છે ,તો કેસર કેરી નાં ભાવો જે 1800 હતા તે 2500 પર પહોંચ્યા છે. એટલે કે કેરીના બાઓમાં પણ 30 થી 40% જેટલો ભાવ વધારો નો થયો છે.

આંબાવાડીમાં લાગેલી કેરી અને નીકળેલો પાક / RITU DARBAR

કેરીની વાડી ધરાવતા ખેડૂત ભાવિનભાઈએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને આ વખતે ઘણું નુકસાન થયું છે અને તેમાં પણ આ વખતે જે રીતે વાવાઝોડું આવ્યું તેના કારણે ઘણી કેરીઓ પડી ગઈ છે, હું મારી વાત કરું તો મારે 350 આંબા છે. એ કામમાં પર ચાર થી પાંચ મણ કેરી મને મળતી હોય છે પરંતુ આ વખતે 350 આંબા  માંથી 350 કેરી કાઢવી પણ ખૂબ જ મુશ્કેલ છે. મારા ઘર પરિવાર માટે પણ આ વખતે મારે કેરી બહારથી ખરીદવી પડશે તેવા સંજોગો ઊભા થયા છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related