ADVERTISEMENTs

બહારના લોકો માટે હવે કામ માટે બ્રિટન જવું અઘરું, સરકારે કડક કર્યા નિયમો

બ્રિટનની સરકારે બહારના દેશોમાંથી આવતા લોકોની સંખ્યા ઘટાડવા માટે અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. જેની અસર ભારત સહીત દુનિયાના તમામ દેશના નાગરિકો ઉપર પડશે.

બ્રિટન / google

બ્રિટનની સરકારે બહારના દેશોમાંથી આવતા લોકોની સંખ્યા ઘટાડવા માટે અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. જેની અસર ભારત સહીત દુનિયાના તમામ દેશના નાગરિકો ઉપર પડશે. આ નિયમ હેઠળ માત્ર ઊંચા પગારવાળા કુશળ વિદેશી કામદારોને જ વિઝા આપવાનો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોની રજૂઆત ઉપર પ્રતિબંધ મૂકવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇમિગ્રેશનનો રેટ ઘટાડવા માટે આ નવી નીતિ

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે, 'ઇમિગ્રેશનનો રેટ ઘટાડવા માટે આ નવી નીતિ અમલમાં મુકવામાં આવી છે.' આ સાથે જ કહ્યું હતું કે, દેશમાં ઘણું ઇમિગ્રેશન છે. અમે તેમને ઘટાડવા માટે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે સુનિશ્ચિત કરીશું કે જેનાથી અમારા દેશને ફાયદો થાય. વધુ પડતા ઇમિગ્રેશનને કારણે બ્રિટન સરકાર ઉપર પણ દબાણ વધ્યું છે.

ફેમિલી વિઝા કેટેગરી

બ્રિટિશ ગૃહમંત્રી જેમ્સ ક્લેવરલીએ હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે '38,700 પાઉન્ડ એટલે કે 40 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારા વિદેશી અરજદારોને જ કુશળ કામદાર વિઝા નીતિ હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે. અત્યારે આ મર્યાદા 26,200 પાઉન્ડ એટલે કે લગભગ 27 લાખ રૂપિયા છે. ફેમિલી વિઝા કેટેગરીના અરજદારો માટે આ સ્ટાન્ડર્ડ 18,600 પાઉન્ડનું છે.

વધુમાં જણાવ્યું કે 'મેડિકલ વિઝા પર બ્રિટન આવતા ડોકટરો અને અન્ય કામદારો હવે પરિવારના કોઈ પણ સભ્યોને સાથે લાવી શકશે નહીં. આ સેક્ટરની કંપનીઓ જ વિદેશીઓને વિઝા માટે અરજી કરી શકશે, જે કેર ક્વોલિટી કમિશનમાં રજિસ્ટર્ડ છે. આ નવા નિયમો અનુસાર 2024-25 સુધીમાં આ કેટેગરીના અરજદારોમાં 20 ટકાથી વધુનો ઘટાડો થવાની શક્યતા છે.'

નવી પોલિસી અમલમાં

આ કદમ એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે બ્રિટનમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા 2022માં 7,45,000ના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ છે. ડોક્ટર, બિઝનેસમેન, કામદારો અને અન્ય દેશોમાંથી બ્રિટન આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.

છેલ્લાં ઘણાં સમયથી બ્રિટીશ વડા પ્રધાન ઋષિ સુનક પર વિદેશીઓની વધતી સંખ્યા માટે નિશાન સાધવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આ નવી પોલિસી અમલમાં મુકવામાં આવી છે. સરકારે માઇગ્રેશન એડવાઇઝરી કમિટી દ્વારા સ્ટુડન્ટ વિઝાની સમીક્ષા કરવાનો પણ નિર્ણય કર્યો છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related