ADVERTISEMENTs

?> Sponsored Ad

રૂપાલાના વિરોધમાં ભાજપ વિરોધી મતદાન કરવાના શપથ લીધા.

રાજકોટ ખાતે રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે 350 જેટલા ક્ષત્રિય યુવાનો અને વડીલોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધા.

આશાપુરા મંદિર ખાતે મળેલી બેઠકમાં ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લેવાયા / સોશિયલ મીડિયા

22 માર્ચના દિવસે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં જઈ ને ક્ષત્રિય સમાજ માટે નિવેદન આપ્યું હતું. જેનો વિડીયો બે દિવસ બાદ વાયરલ થતાં વિરોધનો વંટોળ શરુ થયો હતો. ક્ષત્રિય સમાજના લોકો એ રૂપાલા સામે બાંયો ચઢાવી છે. 10 દિવસથી ચાલી રહેલ વિરોધ હજુ શમવાનું નામ નથી લઇ રહયૉ. ખુદ પુરુષોત્તમ રૂપાલાએ વીડિયોના માધ્યમથી તેમજ જાહેર મંચ પરથી પોતાનાથી થયેલા વાણી વિલાસ અંગે માફી માંગી હોવા છતાં ક્ષત્રિય ભાઈ બહેનો ટસના મસ થતા નથી. તેઓ માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે, રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે. 

આ વિવાદમાં હવે ભાજપ મોવડીમંડળ પણ ઉતર્યું છે અને ગુજરાતમાં ભાજપને થઇ રહેલા ડેમેજ ને કંટ્રોલ કરવાના પ્રયાસો શરુ કરી દીધા છે. જોકે ભાપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે સમાધાન માટે યોજાયેલી બેઠક પણ નિષ્ફળ ગઈ છે. ક્ષત્રિયો તેમની માંગ પર અડગ છે કે રૂપાલાને હટાવો. ભાજપ સાથે તેમને કોઈ વાંધો નથી બસ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો.

આ તમામ ઘમાસાણ વચ્ચે રાજકોટના આશાપુરા મંદિર ખાતે આજે 500થી વધુ ક્ષત્રિય સમાજના યુવાઓ અને વડીલો ભેગા થયા હતા. આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય પણ એજ હતો કે, સમાજ જે દિશામાં ચાલી રહ્યું છે તે જ દિશામાં વધુ આક્રમકઃ લડત કરવી છે. વિવાદનો અંત લાવવા માટે એક જ રસ્તો છે કે, રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક થી રદ્દ કરવામાં આવે. આ બેઠકમાં યુવાઓ અને વડીલોએ નક્કી કર્યું હતું અને શપથ લીધા હતા કે જો રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં નહીં આવે તો ચૂંટણી સમયે ભાજપ વિરુદ્ધમાં 100 ટકા મતદાન કરાવવામાં આવશે.

બેઠકમાં હાજર તમામ યુવાઓએ શપથ લીધા હાથ કે તમામ ગ્રામજનો અને આસપાસના લોકોને મતદાન મથકે લઇ જઈને 100 ટકા મતદાન ભાપ વિરુદ્ધ કરાવવામાં આવશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related