ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી વિદેશમાં સ્થાયી થવા, વિદેશમાં ફરવા જવાના પ્રમાણમાં વધારો થયો છે. જેના કારણે છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતમાંથી 35.13 લાખ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2023માં 10.21 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા છે. જેના કારણે ગુજરાત દેશમાં પાસપોર્ટ ઈશ્યુ કરવામાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. રાજ્યમાં સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા તેમાં કેરળ 15.47 લાખ સાથે સૌથી મોખરે છે. જ્યારે મહારાષ્ટ્રમાં 15.10 લાખ પાસપોર્ટ, ઉત્તર પ્રદેશમાં 13.68 લાખ પાસપોર્ટ, પંજાબમાં 11.94 લાખ પાસપોર્ટ, તમિલનાડુમાં 11.47 લાખ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં બે વર્ષમાં પાસપોર્ટ ઈસ્યૂ થવામાં 80%નો વધારો થયો છે, જે બતાવે છે કે ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાસપોર્ટ અરજદારોમાં મોટાભાગના 30થી 35 વયના છે. આ વર્ષે સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10.21 લાખ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયું છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ પાસપોર્ટ ઈશ્યુ થવામાં 20 ટકાનો વધારો થયો છે.
5 વર્ષમાં ઇશ્યુ થયેલા પાસપોર્ટ (હેડિંગ)
વર્ષ પાસપોર્ટ
2019 8,38,068
2020 3,80,582
2021 5,14,258
2022 7,59,560
2023 10,21,350
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login