ADVERTISEMENTs

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્તમાન સમયમાં પેરેન્ટીંગમાં આવતા પડકારો વિષય પર સેમિનાર યોજાયો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ ૫ માંથી ૧ બાળક માનસિક સ્વાસ્થ્યની બિમારીનો સામનો કરી રહ્યા છેઃ ચાઈલ્ડ પિડીયાટ્રિશિયન ડો. નિર્મલ ચોરારિયા

સુરત ખાતે ‘વર્તમાન સમયમાં પેરેન્ટીંગમાં આવતા પડકારો’ વિષય પર સેમિનાર યોજાયો / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘વર્તમાન સમયમાં પેરેન્ટીંગમાં આવતા પડકારો’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં ચાઈલ્ડ પિડીયાટ્રિશિયન અને નિર્મલ ગ્રૃપ ઓફ હોસ્પિટલ્સના ચેરમેન ડો. નિર્મલ ચોરારિયાએ ઉપસ્થિતોને વર્તમાન સમયમાં બાળકોના સારસંભાળમાં માતા-પિતાની ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘આજના યુગમાં વાલીઓ માટે સૌથી ચિંતાજનક જો કોઇ બાબત હોય તો એ છે કે, મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા ટીવી, વિડિયો ગેમ્સ અને મોબાઇલ ફોન જેવા ઉપકરણોના સ્ક્રીન પર બાળકો દરરોજ લગભગ સાત કલાક વિતાવી રહ્યા છે. એક અભ્યાસ મુજબ, પ૩ ટકા બાળકો ૧૧ વર્ષની ઉંમર સુધીમાં સ્માર્ટફોન ધરાવે છે. સ્માર્ટફોનને કારણે તેઓ સોશિયલ મીડિયાના સંપર્કમાં આવે છે અને તેને કારણે તેમના માનસિક સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચે છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘હાલમાં શૈક્ષણિક પ્રદર્શન એ બાળકો અને માતા–પિતા બંને માટે એકસરખું તણાવનું કારણ બની ગયું છે, જેમાં ઉચ્ચ અભ્યાસ અને ત્યારબાદ કારકિર્દી માટેની ભાવિ સંભાવનાઓ માટેની જબરજસ્ત સ્પર્ધાનો સમાવેશ થાય છે. આજના સમયમાં પેરેન્ટિંગ પડકારજનક જરૂર છે, પરંતુ એ બાળકોને સારી રીતે ઉછેરવાની પણ તક આપે છે, આથી માતા–પિતાએ આજના પડકારોને દૂર કરીને તંદુરસ્ત અને આનંદભર્યા વાતાવરણમાં બાળકોનો ઉછેર કરવો જોઇએ.’   

 ડો. નિર્મલ ચોરારિયાએ જણાવ્યું હતું કે, ‘હાલમાં બાળકની માનસિક અને ઈમોશનલ સ્થિતિ સૌથી મોટો પ્રશ્ન છે. બાળકોમાં ગત ૧૦-૧૫ વર્ષથી શારિરિક રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે, પરંતુ હાલમાં બાળકોના માનસિક અને ઈમોશનલ સ્થિતિ કથળી છે. વર્તમાન સમયમાં બાળકના માતા-પિતાની બાળક ગેઝેટ્સનો વધુ ઉપયોગ કરતો હોવાની, ફાસ્ટફૂડનું સેવન વધુ કરતો હોવાની અને બહારની રમતનું પ્રમાણ ઓછું હોવાની ફરિયાદ આવતી હોય છે. આ બાબતમાં માતા-પિતાએ બાળકો સાથે વધુ સમય પસાર કરવો જોઈએ. તેમની સાથે મિત્રતા કેળવવી જોઈએ અને તે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે બાબતની માહિતી મેળવવી જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ ૫ માંથી ૧ બાળક માનસિક સ્વાસ્થ્યની બિમારીનો સામનો કરી રહ્યા છે. ’ 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરોમાં મુખ્યત્વે ચિંતા અને ડિપ્રેશન, સાયબર બુલિંગ અને ઓનલાઈન હેરેસમેન્ટ તેમજ આત્મ સન્માનમાં ઘટાડો થવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. બાળકો શાળાઓમાં સૌથી વધુ સમય શાળાઓમાં પસાર કરે છે, તેથી શાળાઓમાં પણ બાળકો માટે કાઉન્સિલર અથવા કાઉન્સિલિંગ સેશન જરૂર રાખવું જોઈએ. કોવિડ-૧૯ કરતા વધુ પડકારજનક સ્થિતિ બાળકોની પેરેન્ટીંગમાં આવી રહી છે.’

ડિજિટલ સમયમાં બાળકનો ઉછેર કેવી રીતે કરવો, ફેમિલી અને વર્કલાઈફમાં બેલેન્સ કરવું, એજ્યુકેશનલ અને લાઈફસ્ટાઈલ ચેલેન્જ તેમજ બાળકના સ્વાસ્થ્યની કાળજી જેવા પડકારોનો સામનો માતા-પિતાને હાલમાં કરવો પડી રહ્યો છે.  

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ વક્તાનો પરિચય આપ્યો હતો અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના સભ્ય શ્રી નિખિલ વઘાસિયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં કમિટીના સભ્ય ડો. રાજન દેસાઈ અને ચેમ્બરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરના SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી મહેશ પમનાનીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યાર બાદ સેમિનારનું સમાપન થયું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related