ADVERTISEMENTs

TPFની બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચેની ચર્ચા આ કારણોસર મહત્વની

ભારતીય કારોબારીઓને વીઝા આપવામાં મોડું કરવાનો વિષય ગત સપ્તાહે દિલ્હીમાં યોજાયેલ 14મી ટીપીએફ બેઠક દરમિયાન ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

ભારતે અમેરિકા સમક્ષ વિઝા મેળવવામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. / Google

TPFની બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચેની ચર્ચા

ભારતીય કારોબારીઓને વીઝા આપવામાં મોડું કરવાનો વિષય ગત સપ્તાહે દિલ્હીમાં યોજાયેલ 14મી ટીપીએફ બેઠક દરમિયાન ચર્ચાનો મુદ્દો બન્યો હતો. તેની સહ-અધ્યક્ષતા અમેરિકન વ્યાપારી પ્રતિનિધિ કેથરીન તેઈ અને ભારતના ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કરી હતી. 

ભારતે યુએસ સાથેની ટ્રેડ પોલિસી ફોરમ (TPF) મીટિંગમાં સ્થાનિક વેપારીઓને સમયસર વિઝા મેળવવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી. ભારતે અમેરિકાને આ પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે. ભારત અને યુએસએ E1 અને E2 કેટેગરી દ્વારા ઉદ્યોગપતિઓ અને રોકાણકારો માટે સરળ વિઝા મળી રહે અંગે ચર્ચા કરી હતી.

આ સાથે ભારતે H1B વિઝા ધારકો અને તેમના પરિવારના સભ્યોને અમેરિકામાં જ તેમના વિઝા રિન્યૂ કરવાની મંજૂરી આપવાની વાત કરી, જેથી તેમને માત્ર આ કામ માટે ભારત આવવું ન પડે. શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી 14મી TPF બેઠક દરમિયાન ભારતીય ઉદ્યોગપતિઓ માટે વિઝાનો મુદ્દો મુખ્ય વિષય તરીકે ચર્ચાયો હતો. યુએસના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઈ અને ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે તેની સહ-અધ્યક્ષતા કરી હતી.

સૌથી મહત્વનો મુદ્દો એ US GSP પ્રોગ્રામ

વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે (ભારતીય) વાણિજ્ય વિભાગ અને વિદેશ મંત્રાલય ઘણા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે અને યુએસ સાથેના અમારા સંબંધોમાં વર્ષ 2023 ખૂબ જ સારું રહ્યું. ગોયલે વિઝા પ્રોસેસિંગમાં લાગેલા સમયને કારણે ભારત સાથેના વેપાર સંબંધોમાં જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેના પર પ્રકાશ પાડ્યો અને યુએસને આ પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી.

ભારતે અગાઉ એવી પણ માગણી કરી હતી કે યુએસ તેની સ્થાનિક કંપનીઓને યુએસ સરકારની ખરીદીમાં ભાગ લેવાની મંજૂરી આપે કારણ કે તેનાથી નિકાસ વધારવામાં મદદ મળશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ભારતે યુ.એસ.ને તેને ટ્રેડ એગ્રીમેન્ટ એક્ટ-સુસંગત દેશ તરીકે નિયુક્ત કરવા કહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, TPF મીટિંગમાં ભારત સૌથી મહત્વનો મુદ્દો એ US GSP (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ) પ્રોગ્રામ હેઠળ કેટલાક ભારતીય માલ માટે નિકાસ લાભો ફરી શરૂ કરવાના પ્રસ્તાવ પર સારી પ્રગતિ હતી. જો ભારતને TAA- સુસંગત રાષ્ટ્ર તરીકે ગણવામાં આવે, તો તે તેમની જાહેર પ્રાપ્તિના માલની હેરફેરને સરળ બનાવશે.

અધિકારીએ કહ્યું કે આનાથી અમારો નિકાસ વધશે અને સુવિધા મળશે. જો કે આ માટે ભારતે અમેરિકન કંપનીઓને પણ સુવિધા આપવી પડશે. આ પરસ્પર છે. ભારતે અમેરિકાને પણ છૂટ આપવી જ પડશે. અમે બ્રિટન સાથે પણ આવું જ કરી રહ્યા છીએ. અમે અમેરિકન પક્ષને વિચારણા માટે વિગતો તૈયાર કરવા કહ્યું છે. જેમાં તેઓ અમારી ખરીદ પ્રણાલીનું પણ મૂલ્યાંકન કરશે.

ભારત અને યુએસ એવી વ્યવસ્થા પર પણ વિચાર કરી રહ્યા છે કે જ્યાં યુએસ કંપનીઓ માટે BIS પ્રમાણપત્રને ફાસ્ટ-ટ્રેક કરવામાં આવશે અને ભારતીય ફાર્મા કંપનીઓ માટે USFDA મંજૂરી અને ચકાસણી ફાસ્ટ-ટ્રેક કરવામાં આવશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related