ADVERTISEMENTs

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે 2.80 કરોડના ખર્ચે તૈયાર થયેલી સચીનની ઇગ્લીંશ મિડિયમ સ્કુલનું લોકાર્પણ.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી વિદ્યાર્થીઓનો શિક્ષણ પ્રેમ વધશે. વર્ષોથી શિક્ષણના વિકાસ માટે સેવાભાવી દાતાઓએ શાળાઓને આર્થિક સહયોગ આપી માનવ જીવન ઘડતરનું ઉત્તમ અને અવિરત કાર્ય કર્યું છે.

સચિન ખાતે શાળાનું લોકાર્પણ કરી રહેલ શિક્ષણમંત્રી. / માહિતી વિભાગ, ગુજરાત.

રૂ.૨.૮૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સચીન વિભાગ કેળવણી મંડળ સંચાલિત કલરટેક્ષ ઇગ્લીંશ મિડિયમ સ્કુલના નવા મકાનનું શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અને વન,પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એલ એન્ડ ટી હજીરા દ્વારા રૂ.૧.૨૫ કરોડ તેમજ સચીન વિભાગ કેળવણી મંડળ દ્વારા રૂ.૧.૫૫ કરોડના આર્થિક સહયોગથી નવા ભવનનું નિર્માણ કરાયું છે.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ આપણા સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે. વર્ષોથી શિક્ષણના વિકાસ માટે સેવાભાવી દાતાઓએ શાળાઓને આર્થિક સહયોગ આપી માનવ જીવન ઘડતરનું ઉત્તમ અને અવિરત કાર્ય કર્યું છે. આવા યુગ કાર્યમાં દાતાઓ નિમિતમાત્ર બની વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરી રહ્યા છે, જે સરાહનીય છે. એવી જ રીતે પોતાનું સર્વ સમર્પણ કરી દેનાર શિક્ષકો સાચા ગુરુજનો છે, જેઓ પરિણામની ચિંતા કર્યા વગર રચનાત્મક અભિગમથી બાળકોમાં પારિવારિક મૂલ્યોનું બીજારોપણ કરે છે. 'સર્વ ધર્મ સમભાવ'ના અભિગમ સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ પીરસવામાં આવે તો વિદ્યાર્થીઓના વિચારો શુદ્ધ અને પારદર્શક બનશે.

આવનારો સમય શિક્ષણનો છે,જે બાળક શિક્ષિત અને દીક્ષિત હશે તેની સમાજમાં અલગ છબી બનશે એમ જણાવી વધુમા તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિ થકી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલ મૂકવામાં આવી છે. આ યોજનામાં વિદ્યાર્થી દીઠ ૫૦ હજારની સહાય આપવામાં આવશે. તેમજ ધો.૯ અને ૧૧માં નપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ માટે પુરક પરીક્ષાની યોજના પણ અમલમાં લાવી રહ્યાં છીએ. ધો.૬ થી ૧૨માં ગીતાનો અભ્યાસ કરાવી આધ્યત્મિક જ્ઞાન પણ આપવામાં આવશે.

શાળા નું બિલ્ડીંગ અને ભણી રહેલ વિદ્યાર્થીઓ / માહિતી વિભાગ, ગુજરાત.

આ પ્રસંગે વન મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૭૦ વર્ષથી આ શાળાની જાળવણી સચીન વિભાગ કેળવણી મંડળ બખુબી રીતે કરી રહ્યું છે. સમયની સાથે શાળામાં બદલાવ કરતા હવે અહીં અતિ આધુનિક સુવિધાઓ જોવા મળે છે. જુનિયર કેજી થી ધો.૧૨ સુધીના વર્ગો હોવાથી વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થઇ રહ્યું છે. જેના પરિણામે શાળાના આજુબાજુના વિસ્તારના ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણનો લાભ મળી રહ્યો છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વાંઝગામના વતની અને ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતાના સાંનિધ્યમાં અગાઉ શાળાનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેઓ સચીન વિભાગ કેળવણી મંડળ પ્રથમ પ્રમુખ હતા. તેમના સમયથી ચાલી આવેલા શાળાનું સંચાલન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જ હવે કરવામાં આવી રહ્યું છે. કેળવણી મંડળના તમામ સભ્યો આ જ શાળામાં અભ્યાસ કરી આગળ વધ્યા છે એમ જણાવી સૌને આ અભિનંદન પાઠવ્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related