ADVERTISEMENTs

તે ઘટના, જ્યારે નિકી હેલીએ પોતાના પતિ 'બિલ'નું નામ બદલી દીધું

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે સૌથી વધુ ચર્ચામાં નિકી હેલી છે. છે. અમેરિકાના રાષ્ટ્રપતિની રેસમાં સતત આગળ વધી રહેલી ભારતીય મૂળની નિકી હેલીએ રાજકારણી તરીકે ઘણા બિલનો વિરોધ કર્યો છે.

Nikki Haley / Google

નિકી હેલીએ પોતાના પતિ નું નામ બદલી દીધું 

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે. ત્યારે સૌથી વધુ ચર્ચામાં નિકી હેલી છે. છે. અમેરિકાના રાષ્ટ્રપતિની રેસમાં સતત આગળ વધી રહેલી ભારતીય મૂળની નિકી હેલીએ રાજકારણી તરીકે ઘણા બિલનો વિરોધ કર્યો છે. તેમાં છ અઠવાડિયા પછી ગર્ભપાત સંબંધિત બિલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકનો સમાવેશ થાય છે. જો કે, તેમના વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તેમણે રાજકારણમાં પ્રવેશ્યા પહેલાં જ આ બિલનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં સુધી કે તેમણે તેમના પતિનું નામ પણ બદલી દીધું હતું.

જાણીને ઝટકો લાગ્યો ને. પરંતુ આ એકદમ સાચું છે. નિકી હેલી સાથે સંબંધિત આ મુદ્દાની તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી જ્યારે એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. થોડી જ વારમાં આ વાત વાઇરલ થઈ ગઈ હતી. નિકી હેલીએ પોતે 2012માં તેના સંસ્મરણો Can’t Is Not an Option માં આ વાતનો ખુલાસો કર્યો હતો.
 

નિકી હેલીના પતિનું નામ માઈકલ હેલી

નિકી હેલીના પતિનું નામ માઈકલ હેલી છે, પરંતુ કોલેજના દિવસોમાં નિકીને મળતા પહેલાં તેમના નામ સાથે બિલ શબ્દ જોડાયેલ હતો. નિકીએ પોતે જ તેના સંસ્મરણોમાં જણાવ્યું હતું કે 'જ્યારે અમે કોલેજમાં સાથે ભણતા હતા ત્યારે અમે ડેટિંગ કરતા હતા ત્યારે એક દિવસ મેં તેમની સામે જોયું અને પૂછ્યું, તમારું નામ શું છે? તેમણે કહ્યું, બિલ. ત્યારે મેં તેમને કહ્યું હતું કે, તમે બિલકુલ લાગતા નથી. આ પછી મેં કહ્યું કે તમારું પુરુ નામ શું છે? તેમણે કહ્યું, વિલિયમ માઈકલ. તે દિવસથી હું તેમને માઈકલ કહેવા લાગી હતી.
 
નિકીએ વધુમાં કહ્યું કે મારી સાથે મારા મિત્રો પણ તેમને માઈકલ કહેવા લાગ્યા હતા. આગળ શું થયું કે તે આખી કોલેજમાં માઈકલના નામથી જ ઓળખાવા લાગ્યા હતા. નિકીએ વધુમાં કહ્યું કે મને મળતા પહેલાં લોકો તેમને બિલ નામથી ઓળખતા હતા, પરંતુ મારા સંપર્કમાં આવ્યા બાદ તે માઈકલ બની ગયા હતા અને આ રીતે બિલ નામનો ઉપયોગ ઓછો થઇ ગયો હતો.

હવે આ જૂની વાર્તા સાંભળ્યા પછી, લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે કે શું તે નિકી હેલીની નેતૃત્વ ગુણવત્તા હતી અથવા દક્ષિણ કેરોલિનાના ગવર્નર બનતા પહેલાં જ તેમની તીક્ષ્ણ વલણની આદત હતી. સત્ય એ છે કે તેનો નિર્ણય તમે તેમને કેવી રીતે જુઓ છો તેના પર નિર્ભર છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related