બ્રિટિશ નાગરિક અને કાયમી રહેવાસીઓએ ફેમિલી વિઝા પર પાર્ટનર અથવા સ્પાઉસને બોલાવવા માટે લઘુત્તમ વાર્ષિક પગાર મર્યાદા હાલ ૧૮,૬૦૦ પાઉન્ડની છે. તેને ૨૦૨૪માં ૨૯૦૦૦ પાઉન્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવા નિયમો કડક રીતે લાગુ પડવાની બીકે યુકેમાં જાન્યુઆરીથી શરૂ થતાં કોર્સીસની માગમાં ગત વર્ષની સરખામણીએ ૪૦ થી ૬૦ ટકાનો ઘટાડો જોવા મળે છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં પણ આ માગમાં હજુ બીજા ૨૦ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.
યુકેમાં ઋષિ સુનકનિ સરકારે ઇમિગ્રેશન નીતિ આકરી બનાવવાની જાહેરાત કરતાં જ તેની સીધી અસર ભારતની વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે યુકેના વિઝાની નીતિ બાબતે હાલ માર્કેટમાં ઘણી અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે. તેને કારણે સ્ટુડન્ટ્સ યુકેને બદલે અન્ય વિકલ્પો ચકાસી રહ્યાં છે. યુકેમાં પ્રવેશની પ્રક્રિયા ધીમી પડી છે. અને જાન્યુઆરીથી શરૂ થતાં નવા કોર્સમાં અપ્લાય કરનારાની સંખ્યા પણ ઘટી છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં રી ઓપનિંગ થવાને પગલે તથા ફ્રાન્સમાં સ્ટુડન્ટ્સને અભ્યાસ પૂરો થયા પછી પાંચ વર્,ના વર્ક વીઝા આપવાનો વિકલ્પ ખુલ્યો હોવાથી સ્ટુડન્ટ્સમાં હવે યુકે જવાની માગ ઘટી છે. લઘુત્તમ આવક માટેની રકમ વધારી દેથાં ૩ લાખથી વધુ લોકો હવે યુકેમાં પ્રવેશી શકશે નહીં. કૌશલ્ય ધરાવતા વ્યવસાયમાં હવે સ્ટુડન્ટ્સે જોબ મેળવવા માટે સામાન્ય કરતાં ત્રણ ગણી કમાણી કરવી પડશે. આ બધા નિયમોને કારણે હવે સ્ટુડન્ટ્સ યુકેને બદલે અન્ય વિકલ્પો તરફ વળી રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login