રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી – ૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્પેનીશ વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત શ્રી દિનેશ પટનાયક, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, કલેક્ટર શ્રી બી. એ. શાહ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.
એરપોર્ટ ઉપર સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેને સ્પેનિશ વડાપ્રધાનશ્રીએ નિહાળ્યું હતું.
રાજ્યપાલ અને મુખ્ય મંત્રીશ્રીનું વડોદરા એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાન્ચેઝની ઉપસ્થિતિમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થવા માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા આ બંને મહાનુભાવોનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર
પટેલને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહીડા,શહેર પોલીસ કમિશનર શ્રી કોમાર,કલેકટર શ્રી બીજલ શાહે આવકાર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login