ADVERTISEMENTs

?> Sponsored Ad

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા‘InViction: Invest with Conviction’ વિશે સેશન યોજાયું.

હાલ શેર બજારમાં જે મોમેન્ટમ ચાલી રહયું છે તે રોકાણકારોને આનંદ આપે છે પણ અત્યારે વ્યવસ્થિત સમજી વિચારીને શેર બજારમાં સિસ્ટમેટિકલી રોકાણ કરવામાં આવે તો આવનારા દસ વર્ષમાં રોકાણ ત્રણ ગણું થઇ જશે : શ્રી દેવેન ચોકસી

‘InViction: Invest with Conviction’ વિશે સેશન / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત ખાતે ‘InViction: Invest with Conviction’ વિશે સેશન યોજાયું હતું. જેમાં ડીઆરચોકસી ફિનસર્વ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી દેવેન ચોકસીએ રોકાણનું મહત્વ, રોકાણની સ્ટ્રેટેજી, માર્કેટ ટ્રેન્ડ્‌સ અને તકો, રિસ્ક મેનેજમેન્ટ અને મિટીગેશન, ઈન્વેસ્ટમેન્ટ વિથ કન્વીકશન તેમજ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટીઝ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેશનમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ પર સક્રિય ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. એક અહેવાલ મુજબ, NSE પર સક્રિય ગ્રાહકોની સંખ્યા માર્ચ ર૦ર૪માં ૧.૮ ટકા વધીને ૪૦.૮ મિલિયન થઈ ગઈ છે. NSEના કુલ સક્રિય ગ્રાહકોમાં ટોચના પાંચ ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો ૬૩.૮ ટકા છે, જે ગયા વર્ષે માર્ચ ર૦ર૩માં પ૯.૯ ટકા હતો, જે વૃદ્ધિ દર્શાવે છે.

જાણીતા અર્થશાસ્ત્રી શ્રી દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, આજે શેર બજારને તમે નવા લેવલ પર જોઇ રહયા છો. ભારતની ઇકોનોમીની સાઇઝ અત્યારે લગભગ ૪ ટ્રિલિયન યુએસ ડોલર પર પહોંચી ગઇ છે અને માર્કેટ કેપિટલાઇઝેશન પ ટ્રિલિયન યુએસ ડોલર થઇ ગયું છે. ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૮ ટકાની ઉપર છે. ઇન્ફલેશનની સાથે નોમિનલ ગ્રોથ રેટ સાડા ૧રથી ૧૩ ટકા છે. કોર્પોરેટ અર્નીંગની અંદર ગ્રોથ રેટ ૧૮થી ર૦ ટકા છે, આથી વર્ષ ર૦૩પ સુધીમાં ભારતની ઇકોનોમી લગભગ ૧૧થી ૧ર ટ્રિલિયન યુએસ ડોલરની થતી દેખાઇ રહી છે. અત્યારે રપ૦૦ યુએસ ડોલર પર કેપિટા ઇન્કમ છે એ વધીને ૪પ૦૦ યુએસ ડોલર સુધી વધી જશે, એટલે કે અત્યારની ઇકોનોમી વર્ષ ર૦૩પ સુધીમાં ઓછામાં ઓછી ત્રણ ગણી વધી જશે.

માર્કેટ કેપિટલાઇઝેશન અને ઇકોનોમી એ બંને એક રેશિયોમાં ચાલતા હોય છે. સામાન્યપણે એવું કહી શકાય કે ૧ રૂપિયાનું માર્કેટ, ૧ રૂપિયાની ઇકોનોમી અને ૧ રૂપિયાનું માર્કેટ કેપ હોય તો એને હેલ્ધી ઇકોનોમી કહેવાય છે. જો ઇકોનોમી ૧ર ટ્રિલિયન યુએસ ડોલરની જીડીપી થતી હોય તો માર્કેટ કેપિટલાઇઝેશન ૧પ ટ્રિલિયન ડોલર્સ થઇ જશે. હાલ શેર બજારમાં જે મોમેન્ટમ ચાલી રહયું છે તે રોકાણકારોને આનંદ આપે છે પણ અત્યારે વ્યવસ્થિત સમજી વિચારીને શેર બજારમાં રોકાણ કરવામાં આવે તો આવનારા દસ વર્ષમાં કશું પણ કર્યા વગર રોકાણ ત્રણ ગણું થઇ જશે. શેર બજારમાં સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરવામાં આવે તો આ ત્રણ ગણા વધીને પાંચથી છ ગણા પણ થઇ શકે છે. શેર બજારમાં રોકાણ ડિસીપ્લીન સાથે કરીએ તો એ રોકાણકારોને ચોકકસપણે એડવાન્ટેજ આપે છે.

‘InViction: Invest with Conviction’ વિશે સેશન / SGCCI

સરકાર નજીકના દિવસોમાં ડિજિટલ કરન્સી અમલી કરવા જઇ રહી છે. ડિજિટલ કરન્સીથી રોકડનો ગેરકાયદે ઉપયોગ અટકી જશે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મોનીટરીંગ કરવા સરળતા થઇ જશે. કયા વ્યકિતની ડિજિટલ કરન્સી કયા – કયા ખાતામાં કેટલી વખત ફરી તેનો આખા ડેટા આરબીઆઇ અને સરકાર પાસે રહેશે. બધા ટ્રાન્ઝેકશન ઓફિશિયલી રહેશે અને તેથી સરકારનું ટેક્ષ કોમ્પ્લાયન્સ પણ ઘણું સારું થઇ જશે, જેને કારણે ઇકોનોમીમાં મેજર બદલાવ આવશે. અત્યારે રૂપિયા ર લાખ કરોડનું જીએસટી કલેકશન વધીને રૂપિયા પ લાખ કરોડ થઇ જશે.

વધુમાં, તેમણે મોટા ઉદ્યોગકારો અને વેપારીઓ તો ખરા પણ નાના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે મહત્વનું સાબિત થનાર ઓનલાઇન પ્લેટફોર્મ ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ’ અને કોમ્પ્યુટીંગ પાવરના અમલીકરણ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહયું હતું કે, ભારતીય ઇકોનોમી માટે ‘સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીઝ’(CBDC) અને ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ’(ONDC) ગેમ ચેઇન્જર બનશે. તેમણે વેબ થ્રી એન્વાયરમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સ, રિન્યુએબલ સેગમેન્ટ અને કોર્પોરેટ અર્નીંગ જેવા વિષયો પર પણ મહત્વની ચર્ચા કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝર શ્રી કેતન દલાલ અને શેર બજારના રોકાણકારો સેશનમાં ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના કો–ચેરમેન શ્રી બાલકૃષ્ણ વઘાસિયાએ સેશનનું સંચાલન કર્યું હતું. કમિટીના કો–ચેરમેન શ્રી દિપેશ પરીખે વકતાનો પરિચય આપ્યો હતો. વકતા શ્રી દેવેન ચોકસીએ રોકાણકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related