હનુમાન જયંતિની શહેરમાં ધામધૂમ પૂર્વ ઉજવણી કરવા માં આવે છે ત્યારે સુરતના ડુંભાલમાં 16 મી સદી માં બનેલું ઉત્તરમુખી હનુમાનજીનું મંદિર લોકો માં આસ્થા નું કેન્દ્ર બન્યું છે.માર્ગ શિર્ષ શુક્લ નવમી ના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ના ગુરુ સમર્થ રામદાસ જી એ આ મંદિર ની સ્થાપના કરી હતી. આ પ્રાચીન મંદિર ની આસપાસ આજે ઘણા એપાર્ટમેન્ટ બની ગયા છે પરંતુ તેનું સ્થાન અને તેની આસ્થા આજે પણ અકબંધ છે..
મંદિર ના પૂજારી મહંત જતીનગીરી ગોસ્વામી મંદિર નો ઇતિહાસ જણાવતા કહયું કે મારા દાદા પરદાદા મંદિર ના પૂજારી હતા. મોટેભાગે હનુમાનજી ના મંદિર દક્ષિણમુખી હોય છે પરંતુ આ મંદિર ઉત્તરમુખી છે શિવાજી સાપુતારા ના માર્ગ નવસારી ના ચિત્રા ગામે જઇ ને સુરત આવ્યા ત્યારે ડુભાલ માં તેમના ગુરુજી એ બનાવેલા આ મંદિર મા રોકાયા હતા. 6 જાન્યુઆરી 1664 મા શિવાજી અહીં આવ્યા હતા જ્યા મંદિર ની બાજુ માં તેમને એક ગુફા પણ બનાવડાવી હતી. જે મંદિર થી 10 કિલોમીટર દૂર ચોકબજાર સ્થિત કિલ્લા માં ખુલે છે. કુશળ નેતૃત્વ, ગુરુ અને માતૃ ભક્ત શિવાજી એ આ ગુફા નું નિર્માણ એ રીતે કરાવ્યું હતું કે તત્કાલીન સુરત ના 11 માં દરવાજા પર ઉભેલા સૈનિકો ને પણ તેની ખબર પડી નહોતી. જો કે આજે આટલા વર્ષો પછી પુર ને કારણે આ ગુફા બંધ થઈ ગઈ છે.હનુમાનજી ના મંદિર મા આવેલી આ ગુફા મારા દાદાજીએ. જોઈ હતી. આ ગુફા માં 100 વ્યક્તિ ઓ સમાઈ શકે એટલો મોટો રૂમ હતો. તેમજ ઘોડેસવાર પણ પસાર થઈ શકે એટલી મોટી હતી. આ ગુફા ના રસ્તે જ શિવાજી એ ઔરંગઝેબ ના નાણાં મંત્રી એનાયતખાન જે સુરત માં તે સમયે રાજ કરતો હતો એને સંદેશો મોકલ્યો હતો. આજે પણ મંદિર માં સમર્થ ગુરુ રામદાસ ની પાદુકા યજ્ઞક્ષેત્ર અને શિવાજી મહારાજે બનાવેલી ગુફા કે જે પુરાઈ ગઈ છે તેના દર્શન કરવા શ્રદ્ધાળુઓ આ આવે છે.
હનુમાનજી ના સ્થાનક ની સાથે સાથે શિવાજી એ બનાવેલ ગુફા માં શ્રી લલિતા યંત્ર ની પણ સ્થાપના કરવામાં આવી છે.જે અંદાજે 300 થી વધુ વર્ષ જૂનું છે. જેની સ્થાપના એક મહાન સાધુ એ કરી હતી.હનુમાનજી ને યંત્ર સ્વરૂપે પૂજન કરી શકાય તે માટે તેમણે આ યંત્ર ની સ્થાપના કરી હતી અને આ યંત્ર એકજ લાકડા માંથી બન્યું છે. જેની પૂજા પુષ્યનક્ષત્ર માં જ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login