ADVERTISEMENTs

લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન, ગુજરાતમાં વડાપ્રધાન સહીત દિગ્ગજોએ કર્યું વોટિંગ.

વડાપ્રધાને અમદાવાદના રાણીપ ખાતે આવેલ સ્કૂલમાં સવારે 7:45 વાગ્યે મતદાન કર્યું હતું.

વોટ કર્યા બાદ વડાપ્રધાન મોદી / X @narendramodi

લોકસભા ચૂંટણી 2024નું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકો પર મતદાન શરુ થઇ ગયું છે. ગુજરાતની ખાસ મહત્વની બેઠક ગાંધીનગર એટલા માટે છે કારણ કે અહીંથી દેશના ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. અને બીજી અગત્યની વાત એ છે કે આ બેઠક પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોટિંગ કરે છે. તેમનું મતદાન મથક આ મતવિસ્તારમાં આવતું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત રાત્રે જ ગુજરાત આવી પહોંચ્યા હતા. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે વડાપ્રધાન રાણીપ ખાતેની સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા.

મતદાન મથકની બહાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બેઠકના ઉમેદવાર વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાન  બંને વરિષ્ઠ નેતાઓ લોકોનું અભિવાદન ઝીલતા મતદાન કરવા પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાને સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં ઉભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. ખાસ નોંધવા જેવી બાબત હતી કે વડાપ્રધાને આજે કેસરી કોટી પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા.



વડાપ્રધાનને જોવા માટે ઉમટેલી ભીડમાં એક બાળકને જોઈને મોદીએ તેને તેડી લીધું હતું અને રમાડ્યું હતું. તો એક વ્યક્તિ તેમનો સ્કેચ બનાવીને લાવ્યું હતું તેને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. પેહલીવાર વડાપ્રધાન મોદી અને અમિત શાહે પબ્લિકને પટોગ્રાફ આપ્યો હોય તેવો સંજોગ બન્યો હતો. વડાપ્રધાને અમદાવાદના રાણીપ ખાતે આવેલ સ્કૂલમાં સવારે 7:45 વાગ્યે મતદાન કર્યું હતું.

મીડિયા સાથેની વાતચીતમાં વડાપ્રધાને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related