ADVERTISEMENTs

વેજ ને બદલે ચિકન સેન્ડવીચ આવતા યુવતીએ 50 લાખના વળતરની માંગ કરી.

અમાદવાદની એક યુવતી નિરાલી પરમારે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરી પનીર ટિક્કા સેન્ડવીચ મંગાવી હતી અને પાર્સલમાં ચિકન સેન્ડવીચ આવતા કરી ફરિયાદ.

પ્રતીકાત્મક તસ્વીર / CANVA

અમાદવાદની યુવતી નિરાલી પરમારે AMC ના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને એક લેખિત ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેણે  ઝોમેટો ફૂડ ડિલિવરી એપ્લિકેશન પરથી વેજિટેરિયન ફૂડ મંગાવ્યું હતું પરંતુ તેને નોનવેજ ડિલિવર કરવામાં આવ્યું. યુવતીએ જણાવ્યું છે કે 3 મે ના રોજ તે પોતાની સાયન્સ સીટી ખાતેની ઓફિસમાં હતી ત્યારે તેણે પીક અપ મિલ્સ બાય ટેરા નામની રેસ્ટોરાં માંથી ઓનલાઇન પનીર ટિક્કા સેન્ડવીચ ઓર્ડર કરી હતી. જયારે તેની પાસે ડિલિવરી આવી અને તે પાર્સલ ખોલીને ખાવા બેઠી હતી તે દરમ્યાન તેને થોડી ખાઈ લીધા બાદ એવું લાગ્યું કે સેન્ડવિચમાં કંઈક ગરબડ છે, પાણીત વધારે પડતું કડક લાગી રહ્યું હતું. જેથી તેણે ચેક કર્યું તો તે ચિકન નીકળ્યું હતું. ત્યારે નિરાલીને ભાન થયું હતું કે તેને પનીર ની જગ્યા એ ચિકન સેન્ડવીચ આપી દેવામાં આવી છે.

યુવતીએ પાલિકાના આરોગ્ય વિભાગમાં લેખિત ફરિયાદ કરીને રેસ્ટોરાં સામે કડક પગલાં લેવાની માંગ સાથે સાથે 50 લાખ રૂપિયાના વળતરની પણ માંગ કરી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેને જીવન માં અત્યાર સુધી ક્યારેય નોનવેજ ફૂડ નથી ખાધું, તે સંપૂર્ણ વેજિટેરિયન છે. આજે થયેલો અનુભવ તેના માટે ખુબ જ ખરાબ છે. યુવતીની ફરિયાદને આધારે અમદાવાદ પાલિકાની ટિમ એક્શન માં આવી છે અને તપાસ ચાલુ કરી છે.

Complain against Restaurant / Nirali Parmar

હમણાં સુધી આપણે ઓનલાઇન મંગાવેલા ફૂડમાં જીવાત કે અન્ય વસ્તુઓ નીકળવાની ફરિયાદો સાંભળી છે. પરંતુ આજે વેજ ની જગ્યા એ નોનવેજ સેન્ડવીચ ની ફરિયાદ બાદ ઓનલાઇન ફૂડ ડિલિવરી પર સવાલો ઉભા થયા છે. આ કેસમાં હવે પાલિકા શું એક્શન લે છે અને યુવતી એ કરેલ વળતરની માંગ ક્યાં સુધી પહોંચે છે તે જોવાનું રહેશે. પણ ત્યાં સુધી તમે પણ જો ઓનલાઇન ફૂડ મંગાવીને ખાવાના દીવાના હોવ તો ચેતી જજો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video

 

Related