15 વર્ષની સમીક્ષા હાઈસ્કૂલની વિદ્યાર્થિની છે અને સમીક્ષામાં આત્મવિશ્વાસ ભરપૂર છે. તે અમેરિકન સમાજમાં સારી રીતે સંકલિત છે. પરંતુ જ્યારે સમીક્ષાનો પરિવાર એક દાયકા પહેલાં નેપાળથી શરણાર્થી તરીકે પ્રથમ વખત યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચ્યો ત્યારે એવું નહોતું. નવી અમેરિકન નિવાસી તરીકે સમિક્ષા માંડ માંડ અંગ્રેજી બોલી શકતી હતી. તેમણે શાળામાં અને મિત્રો સાથે વાતચીત કરવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ સમયે સમીક્ષાની માતાને SEWA ના ASPIRE (Assuring Student Progress in Remedial Education) પ્રોગ્રામ અંગે જાણ થાય છે. ASPIRE શરણાર્થ બાળકો અને તેમના પરિવારોને તેમના નવા દત્તક લીધેલા દેશમાં વિકાસ માટે જરૂરી સંસાધનો અને કૌશલ્યો પ્રદાન કરે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમની શરૂઆતથી ASPIREએ 40 થી વધુ દેશોના બાળકોને તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરી છે. સામાજિક અને શૈક્ષણિક સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પણ પૂરું પાડ્યું છે.
ASPIREના શિક્ષકોએ દરરોજ કલાકો સુધી સમીક્ષા સાથે મળીને આ કામ કર્યું છે. છેલ્લે પરીણામ એ આવ્યું કે સમીક્ષા માત્ર અંગ્રેજીમાં બોલવામાં જ સક્ષમ ન થઇ પરંતુ તેના સર્વાંગી વિકાસમાં નાટ્યાત્મક સુધારો થયો હતો. સંસ્થાના જણાવ્યા અનુસાર. નવા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓને મદદ કરવા ઉપરાંત એસ્પાયર ઓછી આવક ધરાવતા પરિવારોનાં બાળકોને પણ આ રીતે મદદ કરે છે.
દરેક એસ્પાયર સેન્ટર બાળકોની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી તે અંગે અનોખી સ્ટાઇલ વિકસાવે છે. તે દરેકની અંગ્રેજી ભાષાની ક્ષમતા, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ, ઉંમર અને તેઓ જે શાળામાં જાય છે તેમાં તફાવત જોઇ તે પ્રમાણેની સ્ટાઇલ નક્કી કરે છે. આ સાથે, વ્યક્તિગત વિકાસના પડકારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
Sewa International એ વિશ્વાસ ઉપર આધારિત માનવતાવાદી બિન-લાભકારી સંસ્થા છે. Sewa એ 2013માં હ્યુસ્ટનમાં એસ્પાયર ટ્યુટોરિયલ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. તે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં જ્યાં શરણાર્થીઓ અને ઇમિગ્રન્ટ્સ રહેતા હતા ત્યાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા પછીના હોમવર્ક સહાય કેન્દ્ર તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હવે દક્ષિણ પશ્ચિમ હ્યુસ્ટનનાં બે મોટા જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો છે.
પ્રોગ્રામ ડિરેક્ટર કવિતા તિવારી કહે છે કે, ચાર વર્ષ પહેલાં અમેરીકોર્પ્સે એસ્પાયર હ્યુસ્ટન પ્રોજેક્ટ પર સેવા સાથે પાર્ટનરશીપ કરવાનું નક્કી કર્યું હતું. મને કહેતા ગર્વ થાય છે કે આ ભાગીદારીની શરૂઆતથી સેવા અમેરીકોર્પ્સ એસ્પાયરે 2500થી વધુ વિદ્યાર્થીઓના જીવનમાં સુધારો કર્યો. તેમાંથી મોટાભાગના વંચિત બેકગ્રાઉન્ડમાંથી આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, 83 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં વધુ સારી રીતે પર્ફોમન્સ કર્યું છે અને લગભગ 80 ટકાએ તેમના ગ્રેડમાં સુધારો પણ કર્યો છે. તિવારીના મતે, અમારું ધ્યાન માત્ર બાળક પર જ નથી, પરંતુ સમગ્ર પરિવારને અમારી સેવાઓમાં સામેલ કરવા માટે વિકસિત કરાયું છે. અમારા એસ્પાયર ટ્યુટોરિયલ કેન્દ્રો હવે એસ્પાયર કોમ્યુનિટી સેન્ટર્સમાં વિકસિત થયા છે, જે અમારા વિદ્યાર્થીઓના પરિવારોને સંસાધનો અને સેવાઓ પ્રદાન કરે છે.
સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સેવા ઈન્ટરનેશનલ (www.sewausa.org) એ હિન્દુ ધર્મ આધારિત ધર્માર્થ બિન-લાભકારી સંસ્થા છે જે શિક્ષણ અને વિકાસના ક્ષેત્રોમાં કામ કરે છે. આ સેવામાં સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં 43 ચેપ્ટર છે. સંસ્થા જાતિ, રંગ, ધર્મ, લિંગ, ઉંમર, અપંગતા અથવા રાષ્ટ્રીય મૂળને ધ્યાનમાં લીધા વિના સેવા આપે છે. આ સંસ્થા કટોકટીમાં માનવતાની સેવા કરે છે અને વિકાસ પ્રોજેક્ટ પણ આગળ ધપાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login