અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે મોટી સંખ્યામાં રામભક્તો અયોધ્યા આવે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. જેને લઈને રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા એક સૂચના બહાર પાડવામાં આવી છે. રામ મંદિર ઉદ્ધાટન સમારોહમાં આવનારા મહેમાનો માટે ટ્રસ્ટ દ્વારા એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખવી જરૂરી છે, નહીં તો મંદિરમાં પ્રવેશ લેવામાં મુશ્કેલી પડશે. ટ્રસ્ટ દ્વારા આ વાતની જાણકારી આમંત્રણ પત્ર સાથે મહેમાનોને આપવામાં આવી છે.
ટ્ર્સ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનોને 20 જાન્યુઆરીની સાંજથી 21 જાન્યુઆરી બપોર સુધી આવી જવાની સલાહ આપવામાં આવી છે. જો તે 22 જાન્યુઆરીની સવારે પહોચેં છે તો તેમને અયોધ્યામાં પ્રવેશ નહીં મળે. તેમજ આમંત્રિત લોકોએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના કારણે મોબાઈલ અને પર્સ જેવા સામાન સાથે લઈ જવા પર પ્રતિબંધ છે.
• 22 જાન્યુઆરીએ કાર્યક્રમ સ્થળ પર સવારે 11 વાગ્યા પહેલા દરેકે પ્રવેશ કરવો પડશે.
• પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ ત્રણ કલાક સુધી ચાલશે
• કાર્યક્રમ સુધી પહોચવા અને પરત આવવા માટે ચાલતા જવાનું રહેશે.
• જો કોઈ ચાલવામાં અસમર્થ હોય, વૃદ્ધ કે બીમાર હોય તેવા લોકોને સમારોહમાં ન આવવાની સલાહ આપવામા આવે છે
• એક કાર્ડ પર માત્ર એક જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.
• પ્રવેશ વખતે આમંત્રણ કાર્ડ સાથે હોવુ જરુરી છે, કાર્ડ વગર પ્રવેશ મળશે નહી.
• કોઈ પણ મહેમાન સાથે બાળકોને પ્રવેશ નહી મળે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login